અમદાવાદની મણિનગર પોલીસે ગણતરીના કલાકોમાં જ ઘરફોડ ચોરીના આરોપીને ઝડપી પાડ્યો 

સોશિયલ મીડિયા પર શેર કરો

અમદાવાદ,

શહેરની મણિનગર પોલીસની ટીમ દ્વારા વધુ એક સરાહનીય કામ કરવામાં આવ્યું હતું જેમાં મણિનગર વિસ્તારની ની સર્વોદય સોસાયટીના એક ઘરમાં થયેલ ચોરીના ગુનામાં ગણતરીના કલાકોમાંજ આરોપીને ઝડપી પડ્યો હતો. 

આરોપી દ્વારા સર્વોદય સોસાયટી ના એક મકાનમાં પ્રવેશ કરી 13. 96 લાખની કિંમતના સોના ચાંદીના દાગીના, રોકડ રકમ તથા મોંઘીદાટ કાંડા ઘડિયાળ ની ચોરી કરી હતી. ચોરીની જાણ પોલીસને થતા પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજની તપાસ કરતા આરોપી અર્જુન ચુનારા હોવાની શંકા વ્યક્ત થઇ હતી. જેથી આરોપીને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતા હતા. તે સમયે જ પોલીસના ડોગ સ્ક્વોડએ પણ આરોપી અર્જુન હોવાની શંકા વ્યક્ત કરી હતી ત્યારબાદ આરોપીએ પોતે કરેલો ગુનો કબુલ કર્યો અને આરોપી પાસેથી પોલીસે ચોરીનો તમામ મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે.

મણિનગર પોલીસ દ્વારા પકડવામાં આવેલ આરોપી નું નામ અર્જુન ચુનારા છે અને ઇસનપુરના રામ ગલી છાપરામાં વસવાટ કરે છે. પોલીસ તપાસમાં આરોપી અર્જુન ચુનારા એ જણાવ્યું હતું કે, તેના ભાઈને પેટની બીમારી હોય તથા ઘરની જવાબદારી પણ તેના માથે હોય.. સારવાર અને ઘર ચલાવવા માટે ચોરીના રવાડે ચડ્યો હોવાની હકીકત સામે આવી છે. 

તેમજ આ ઝડપાયેલ આરોપીના ગુનાહિત ઇતિહાસની તપાસ કરતા મણિનગર પોલીસ સ્ટેશનમાં ઘરફોડ, વાહન ચોરી પાલડી પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીમાં ઝડપાયો હોવાની હકીકત સામે આવી છે. મહત્વનું છે કે આરોપી તાજેતરમાં જ પાછા સજા ભોગવીને જેલની બહાર આવ્યો છે. અને આવતાની સાથે જ તેને ચોરીને અંજામ આપતા ફરી વખત તેની ધરપકડ કરવામાં આવી. લાખો રૂપિયાની ઘર પર ચોરીના ગુનામાં પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીની ધરપકડ કરી છે એક તરફ પોલીસની શંકા તો બીજી તરફ ડોગ સ્ક્વોડે પણ ગુનો ઉકેલવામાં મદદ કરી છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *