યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સે ઈ-કોમર્સ કંપનીઓ પર કાર્યવાહી વધુ તીવ્ર બનાવી

સોશિયલ મીડિયા પર શેર કરો

નવી દિલ્હી,

ભારતીય રાષ્ટ્રીય ધોરણો સંસ્થા, બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સની દિલ્હી શાખાએ 19 માર્ચના રોજ દિલ્હીના મોહન કોઓપરેટિવ ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં સ્થિત એમેઝોન સેલર્સ પ્રાઇવેટ લિમિટેડના વેરહાઉસમાં ઝડતી અને જપ્તીની કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરી 15 કલાકથી વધુ ચાલી હતી અને ISI માર્ક વિના અને નકલી ISI લેબલવાળા 3,500થી વધુ પ્રોડક્ટ્સ જપ્ત કરવામાં આવી હતી. જપ્ત કરાયેલા ઉત્પાદનો જેમ કે ગીઝર, ફૂડ મિક્સર અને અન્ય ઇલેક્ટ્રિકલ ઉપકરણોની કુલ અંદાજિત કિંમત આશરે રૂ. 70 લાખ છે.

દિલ્હીના ત્રિનગરમાં સ્થિત ફ્લિપકાર્ટની સહાયક કંપની ઇન્સ્ટાકાર્ટ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ પર કરવામાં આવેલા અન્ય દરોડામાં, જરૂરી ISI માર્ક અને ઉત્પાદન તારીખ વિના ડિસ્પેચ માટે પેક કરાયેલા સ્પોર્ટ્સ ફૂટવેરનો સ્ટોક મળી આવ્યો હતો. આ કાર્યવાહી લગભગ રૂ. 6 લાખથી વધુની કિંમતના 590 જોડી સ્પોર્ટ્સ ફૂટવેર જપ્ત કરવામાં આવ્યા હતા.

છેલ્લા એક મહિનામાં, BIS ટીમે દેશના વિવિધ ભાગોમાં આ કામગીરી હાથ ધરી છે અને દિલ્હી, ગુડગાંવ, ફરીદાબાદ, લખનઉ અને શ્રીપેરુમ્બુદુરમાં વિવિધ હલકી ગુણવત્તાવાળી વસ્તુઓ જપ્ત કરી છે. આ દરોડા ભારતીય માનક બ્યૂરોના ગ્રાહક સુરક્ષા માટે ગુણવત્તા ધોરણોનું પાલન લાગુ કરવાના ચાલુ પ્રયાસોનો એક ભાગ છે. હાલમાં ભારત સરકારના વિવિધ નિયમનકારો અને સંબંધિત મંત્રાલયો દ્વારા ફરજિયાત પ્રમાણપત્ર માટે 769 ઉત્પાદનોને સૂચિત કરવામાં આવ્યા છે. BIS તરફથી માન્ય લાઇસન્સ અથવા પાલન પ્રમાણપત્ર (CoC) વિના આ ઉત્પાદનોનું નિર્માણ, આયાત, વિતરણ, વેચાણ, ભાડે, લીઝ, સંગ્રહ અથવા પ્રદર્શન (વેચાણ માટે) કરવા પર પ્રતિબંધ છે.

આ આદેશની જોગવાઈઓનું ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિ BIS અધિનિયમ, 2016ની કલમ 29ની પેટા-કલમ (3) હેઠળ કેદ, દંડ અથવા બંને સજાને પાત્ર થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *