અમદાવાદના ઈસ્કોન બ્રિજ કેસ: આરોપી તથ્થ પટેલ અને તેના પિતાએ આ કેસમાં મુક્તિ મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી

સોશિયલ મીડિયા પર શેર કરો

અમદાવાદ,

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર પુરપાટે ગાડી હંકારી અકસ્માત સર્જીને 9 લોકોના ભોગ લેનાર આરોપી તથ્થ પટેલ અને તેના પિતા દ્વારા હવે આ કેસમાંથી મુક્તિ મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. જેના પગલે આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરવામાં આવનાર છે.

19મી જુલાઈ, 2023 ની રાત્રે તેની જગુઆર કાર દ્વારા તથ્ય પટેલે ઇસ્કોન બ્રિજ પર ભયંકર અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં 9 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા જ્યારે અન્ય 13 લોકો ગંભીર રીતે ઈજા પામ્યા હતા. આ પહેલા તેને હંગામી ધોરણે જામીન આપવામાં આવ્યા હતા.

આરોપી તથ્ય પટેલ તેમજ તેના પિતા પ્રજ્ઞેશ પટેલ હાલતો જેલમાં છે. અકસ્માત બાદ પોલીસે પિતા, પૂત્ર વિરુદ્ધ મજબૂત પૂરવા એકઠા કર્યા હતા, જેમાં પોલીસને અનેક ચોંકાવનારી વિગતો મળી આવી હતી. જો કે, હવે 9 લોકોનો ભોગ લેનાર નબીરાને આ કેસમાંથી મુક્તિ જોઈએ છે, જેના માટે તેણે ગુજરાત હાઈકોર્ટમાં કેસમાંથી મુક્તિ મેળવવા અરજી કરી છે. 

ખૂબ મહત્વનું છે કે, છે કે, આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ પર અમદાવાદ શહેર તેમજ વિવિધ શહેરોમાં ખંડણી, દુષ્કર્મ અને ઠગાઈ સહિતના 8 કેસ નોંધાયેલા છે. જેમાં માહિતી પ્રમાણે સોલા પોલીસ સ્ટેશનમાં 2, શાહપુર પોલીસ સ્ટેશનમાં 1, રાણીપ પોલીસ સ્ટેશનમાં 1, ક્રાઈમ બ્રાન્ચમાં 1, મહિલા ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં 1, ડાંગ પોલીસ સ્ટેશનમાં 1 અને મહેસાણા પોલીસ સ્ટેશનમાં 1 ફરિયાદ નોંધાયેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *