અમદાવાદ,
શહેરના માણેક ચોકમાં આવેલ ઘાંચીની પોળમા એક મકાન ધરાશાયી થવાની ઘટના બની હતી, સદનસીબે કોઈ મોટી જાનહાનિ ના સમાચાર નથી.
આ ઘટના બાબતે સમાચાર મળતાજ તાત્કાલિક ધોરણે ફાયર વિભાગની ટીમે રેસ્ક્યૂ કરવા પહોંચી ગઈ હતી. સૂત્રો દ્વારા મળતા સમાચાર મુજબ આ દુર્ઘટનામાં 2 વ્યક્તિ દટાયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ઘાંચીની પોળમાં મકાન ધરાશાયી દુર્ઘટના થવા પાછળના કારણો હજુ સુધી સામે આવ્યા નથી. ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી શરૂ કરી છે. દુર્ઘટનાને પગલે પોલીસ પણ તેની ટીમ સાથે રવાના થઈ છે. ફસાયેલા બે લોકોને સ્થાનિક અને ફાયર વિભાગ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. માણેક ચોક એક ગીચ વસ્તીવાળો વિસ્તાર છે. દિવસ દરમિયાન આ ભરચક વિસ્તારમાં લોકોની ભારે ભીડ રહેતી હોય છે. આવા ગીચ અને ભરચક વિસ્તારમાં દિવસ દરમિયાન મકાન ધરાશાયી થવાની દુર્ઘટના બનતા આસપાસના સ્થાનિકોમાં ફફડાટ જોવા મળ્યો.