ભારતીય સેનામાં અગ્નિવીર સહિત વિવિધ કેડરમાં જોડાવા,અરજી કરવા ઓફીશીયલ વેબસાઇટની મુલાકાત લેવી 

સોશિયલ મીડિયા પર શેર કરો

ગાંધીનગર,

આર્મી રિકૂટીંગ ઓફીસ, અમદાવાદ દ્વારા અપરણિત પુરૂષ ઉમેદવારો માટે અગ્નિવીર ભરતી જાહેરાત પ્રસિધ્ધ થયેલ છે . અરજી કરવાં માટે ઉમેદવારની જન્મ તા. ૦૧/૧૦/૨૦૦૪ થી ૦૧/૦૪/૨૦૦૮ હોવી જરૂરી છે. પરીક્ષા ફી રૂ.૨૫૦/- છે અને ઓનલાઈન અરજી કરવા માટેની છેલ્લી તા.૧૦/૦૪/૨૦૨૫ છે. ૧) જરનલ ડ્યૂટી: લઘુતમ ૪૫ % અને દરેક વિષયમાં ૩૩ % માર્કસ સાથે ધોરણ-૧૦ પાસ, ઉચાઈ: १७८ સે.મી., છાતી: ૭૭(+૫) ૨) ટેકનિકલ: લઘુતમ ૫૦ % અને દરેક વિષયમાં ૪૦ % માર્કસ સાથે ફિઝીક્સ, કેમેસ્ટ્રી, ગણિત અને અંગ્રેજી વિષય સાથે ધોરણ-૧૨ પાસ અથવા લઘુતમ ૫૦ % સાથે ધોરણ-૧૦ પાસ અને વિજ્ઞાન, ગણિત અને અંગ્રેજી વિષયમાં ૪૦ % માર્કસ સાથે બે/ત્રણ વર્ષનાં નિયત આઈ.ટી.આઈ. / ડીપ્લોમા કોર્ષ પાસ, ઉંચાઈ: ૧૬૭ સે.મી., છાતી: ૭૬(+૫) ૩) ઓફીસ આસિ./સ્ટોર કીપર: લઘુતમ ૬૦ % તેમજ અંગ્રેજી અને ગણિત/ એકાઉન્ટ/ બુક કિપીંગ સહિત દરેક વિષયમાં ૫૦ % માર્કસ સાથે ધોરણ-૧૨ પાસ, ઉચાઈ: ૧૬૨ સે.મી., છાતી: ૭૭(+૫) ૪) ટ્રેડસમેન: દરેક વિષયમાં ૩૩ % માર્કસ સાથે ધોરણ-૦૮ અથવા ૧૦ પાસ, ઉંચાઈ: ૧૬૮ સે.મી., છાતી: ૭૬(+૫) છે. વધુ વિગતો માટે ઓફીશ્યલ વેબસાઈટ: www.joinindianarmy.nic.in ની મુલાકાત લેવી.તેમ જીલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગરની અખબારી યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *