અમદાવાદ,
શહેરમાં દિલ્લી દરવાજા અને લાલ દરવાજા વિસ્તારમાં એક થાર ગાડીના ચાલક દ્વારા પુર ઝડેપે ગાડી હંકારી વાહન ચાલકોનાં જીવ જોખમમાં મૂક્યા હતા. તો કેટલાક વાહન ચાલકોને અડફેટે તેઓને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. જે દરમિયાન પોલીસ જવાન પર ગાડી ચઢાવી દેવાનો પ્રયાસ કરાયો હતો. પોલીસે આ સમગ્ર મામલે ગાડી ચાલકની શોધખોળ હાથ ધરી છે.
આ સમગ્ર મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, GJ 27 DM 9988 નંબરની થાર ગાડીના ચાલકે આતંક મચાવ્યો હતો. પહેલા તો ગાડીને રસ્તા વચ્ચે ઉભી રાખી હતી અને સિગ્નલ તોડ્યું હતું. જે બાબતે કારચાલક અને પોલીસકર્મી વચ્ચે તકરાર થઈ હતી. આ દરમિયાન પોલીસકર્મીએ રોક્યો તો તેના પર થાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પોલીસકર્મીનો બચાવ થયો હતો, પરંતુ રાહદારીઓ અને વાહનચાલકો અડફેટે આવ્યા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી.