અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપી ચિંતન વાઘેલાની ધરપકડ કરી 

સોશિયલ મીડિયા પર શેર કરો

અમદાવાદ,

અમદાવાદમાં વધુ એક વખત યુવતીની હત્યાની ઘટના સામે આવી હતી. અમદાવાદ એરપોર્ટ પાસે આવેલી તંદુર પેલેસ નામની હોટલમાં યુવતીની હત્યા કરવામાં આવી હતી. જેમાં ગળે ટૂંપો દઈને યુવતીની હત્યા કર્યા હોવાની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.

આ સમગ્ર મામલે એરપોર્ટ પોલીસે વધુ ઝીણવટપૂર્વક તપાસ શરૂ કરી હતી જેમાં યુવતી રામોલના મદનીનગરમાં રહેતી હતી અને અમદાવાદ એરપોર્ટ પર કામ કરતી હતી, તેનું નામ નસરીનબાનું અખ્તર હતું.

આ મામલે પોલીસ દ્વારા હોટલ સ્ટાફ અને અન્ય શંકાસ્પદ લોકોની કડક પુછપરછ કરી રહી છે અને યુવતી સાથે આવેલા યુવકની શોધખોળ શરૂ કરી હતી. તેમજ પોલીસે યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. આરોપી યુવતીનો મિત્ર હોવાની પણ વાત સામે આવી છે. હત્યા બાદ તે આણંદ તરફ ભાગ્યો હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો આરોપી યુવકની ધરપકડ કરી તેની પૂછપરછ ચાલી રહી છે.

ચિંતન વાઘેલા નામનો યુવક યુવતી સાથે રૂમમાં ગયો હતો અને તેને જ ગળેટૂંપો દઈ યુવતીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *