આખા ભારત દેશને હચમચાવી નાખનાર 26/11 મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણા દ્વારા ભારત પ્રત્યાર્પણ ટાળવા માટે યુએસ કોર્ટનો સંપર્ક કર્યો.રાણાએ US court કોર્ટમાં એક અરજી દાખલ કરીને તેમના પ્રત્યાર્પણ પર તાત્કાલિક રોક લગાવવાની માંગ કરી છે. રાણાએ પોતાની અપીલ અરજીમાં કહ્યું હતું કે મને ખૂબ ત્રાસ આપવામાં આવશે કારણ કે હું પાકિસ્તાની મૂળનો મુસ્લિમ છું. તેમણે કહ્યું છે કે તેઓ ભારતમાં લાંબા સમય સુધી ટકી શકશે નહીં કારણ કે તેમની સામે વિવિધ પ્રકારના કેસ દાખલ કરવામાં આવશે. આરોપીએ કહ્યું છે કે તેની તબિયત સારી નથી અને ભારતમાં તેના પર ત્રાસ ગુજારવામાં આવી શકે છે.
વધુમાં તેને અરજીમાં જણાવાયું છે કે, ભારત સરકાર વધુને વધુ સરમુખત્યારશાહી બની રહી છે અને જો તેને ભારત સરકારને સોંપવામાં આવશે તો તેને ત્રાસ આપવામાં આવશે તેવું માનવાના પૂરતા કારણો છે.તહવ્વુર રાણાએ કહ્યું કે તે ઘણી બીમારીઓથી પીડાઈ રહ્યો છે.તે પાર્કિન્સનથી પણ પીડાઈ રહ્યો છે. તેમને એવી જગ્યાએ મોકલવા જોઈએ નહીં જ્યાં તેને રાષ્ટ્રીય,ધાર્મિક અને સાંસ્કૃતિક આધાર પર નિશાન બનાવવામાં આવે.
મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણા વિષે વાત કરીએ તો, જન્મ પાકિસ્તાનમાં થયો હતો. તેને આર્મી મેડિકલ કોલેજમાં અભ્યાસ કર્યો અને 10 વર્ષ સુધી પાકિસ્તાન આર્મીમાં ડોક્ટર તરીકે કામ કર્યું.પરંતુ તહવ્વુર રાણાને તેમનું કામ ગમ્યું નહીં અને તેણે આ નોકરી છોડી દીધી. ભારત વિરુદ્ધ આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ તહવ્વુર રાણા હાલમાં કેનેડિયન નાગરિક છે, પરંતુ તાજેતરમાં જ તે શિકાગોનો રહેવાસી હતો.જ્યાં તેનો વ્યવસાય છે.કોર્ટના દસ્તાવેજો અનુસાર,તેણે કેનેડા, પાકિસ્તાન, જર્મની અને ઇંગ્લેન્ડમાં પ્રવાસ કર્યો છે. તે લગભગ 7 ભાષાઓ બોલી શકે છે.કોર્ટના દસ્તાવેજો દર્શાવે છે કે 2006 થી નવેમ્બર 2008 સુધી,તહવ્વુર રાણાએ પાકિસ્તાનમાં ડેવિડ હેડલી અને અન્ય લોકો સાથે મળીને કાવતરું ઘડ્યું હતું.આ સમય દરમિયાન,તહવ્વુર રાણાએ આતંકવાદી સંગઠનો લશ્કર-એ-તૈયબા અને હરકત ઉલ જેહાદ એ ઇસ્લામીને મદદ કરી અને મુંબઈ આતંકવાદી હુમલાની યોજના બનાવી અને તેને અંજામ આપવામાં મદદ કરી. આ કેસમાં આતંકવાદી હેડલી સરકારી સાક્ષી બન્યો છે.