રાજકોટના કેવડાવાડીમાં સ્પીડબ્રેકર નહિ દેખાતા અકસ્માતમાં 14 વર્ષીય સગીરનું કમકમાટીભર્યું મોત

સોશિયલ મીડિયા પર શેર કરો

રાજકોટ,

રાજકોટમાં મહાનગર પાલિકાની ગંભીર બેદરકારીને કારણે એક સગીરનું દુઃખદ અવસાન થયું છે.  રાજકોટના કેવડાવાડી વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે, જ્યાં સ્પીડબ્રેકર પર યોગ્ય પટ્ટા ના અભાવે 14 વર્ષીય સગીરનું કરૂણ મોત થયું હતું. 

આ ઘટનામાં કેશિયો પાર્ટી વગાડી રાત્રે પરત ફરેલા બાઇક સવાર બે પિતરાઈ ભાઈ ઘરે આવી રહ્યાં હતાં. આ દરમિયાન 10 મીટરના અંદરે બે સ્પીડબ્રેતક હતાં, જેની ઉપર નિયમાનુસાર કોઈ પ્રકારના પટ્ટા દોરવામાં નહતાં આવ્યાં. જેના કારણે અંધારામાં સ્પીડબ્રેકર ન દેખાતા બાઇક ઉછળીને થાંભલે ભટાકાઈ. જેના કારણે બંને થાંભલે અથડાયા અને સુમિત પરમાર નામના સગીરનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું અને બીજો ઈજાગ્રસ્ત થયો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યાં છે. 

આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેઓ તંત્રની બેદરકારીને કારણે એક યુવાન જીવ ગુમાવ્યો હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. લોકોએ માંગ કરી છે કે, તાત્કાલિક સ્પીડબ્રેકર પર યોગ્ય પટ્ટા લગાવવામાં આવે અને સ્ટ્રીટલાઈટની વ્યવસ્થા કરવામાં આવે.

આ ઘટનાએ ફરી એકવાર રસ્તાઓની જાળવણી અને સલામતીના મુદ્દાને પ્રકાશમાં લાવ્યો છે. તંત્રએ તાત્કાલિક આ ઘટનાની તપાસ કરવી જોઈએ અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. તેમજ ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે યોગ્ય પગલાં લેવા જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *