ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળે શૈક્ષણિક વર્ષ 2025-26થી ધોરણ 1, 6થી 8 અને ધોરણ 12માં પાઠ્યાપુસ્તકો બદલવાનો નિર્ણય લીધો

સોશિયલ મીડિયા પર શેર કરો

ગાંધીનગર,

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા નવા શૈક્ષણિક વર્ષ 2025-26થી ધો.1, 6થી 8 અને ધો.12ના પાઠ્યાપુસ્તકોમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં ધોરણ. 1માં ગુજરાતી, ધોરણ. 6માં અંગ્રેજી, ધોરણ. 7માં સંસ્કૃત માધ્યમમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, સર્વાંગી શિક્ષણ, સંસ્કૃત અને મરાઠીનું નવું પુસ્તક આવશે. જ્યારે ધો.8માં ગુજરાતી, ગણિત, વિજ્ઞાનના પુસ્તકો બદલાશે. આ ઉપરાંત, ધો.12માં અર્થશાસ્ત્રના પુસ્તકમાં નવા પ્રકરણો ઉમેરવાનો ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા નિર્ણય કરાયો છે. 

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આ ફેરફારો નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP) એટલે કે નવી શિક્ષણ નીતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા છે. આ પાછળનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓની શીખવાની પ્રક્રિયાને વધુ અસરકારક અને સુદ્રઢ બનાવવાનો છે.  ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ નવી શિક્ષણ નીતિને અનુરૂપ પાઠ્યપુસ્તકોને સતત અપડેટ કરવા માટે પ્રતિબદ્ધ છે, અને આ ફેરફાર તે દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

જૂન 2025-26થી અમલમાં આવનારા નવા પાઠ્યાપુસ્તકોની યાદી
ક્રમપાઠ્યાપુસ્તકનું નામધોરણમાધ્મય
1અંગ્રેજી (દ્વિતિય ભાષા)6અંગ્રેજી સિવાયના તમામ માધ્યમ
2ગુજરાતી (પ્રથમ ભાષા)8ગુજરાતી
3ગુજરાતી (પ્રથમ ભાષા)1ગુજરાતી
4ગુજરાતી (દ્વિતિય ભાષા)1ગુુજરાતી સિવાયના તમામ માધ્યમ
5મરાઠી (પ્રથમ ભાષા)7મરાઠી
6ગણિત (દ્વિ ભાષી)8તમામ માધ્યમ
7વિજ્ઞાન (દ્વિ ભાષી)8તમામ માધ્યમ
8અર્થશાસ્ત્ર (નવુ પ્રકરણ – પ્રાકૃતિક ખાદ્ય જંગલ અને પાક સંરક્ષણ12તમામ માધ્યમ
9અનિવાર્ય સંસ્કૃતમ -17સંસ્કૃત
10અનિવાર્ય સંસ્કૃતમ -27સંસ્કૃત
11ગણિત7સંસ્કૃત
12વિજ્ઞાન7સંસ્કૃત
13સામાજિક વિજ્ઞાન7સંસ્કૃત
14સર્વાંગી શિક્ષણ7સંસ્કૃત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *