કચ્છ પોલીસ મોટું ઓપરેશન પાર પાડ્યું, ગાંધીધામ જી.આઇ.ડી.સી. કુરિયર દ્વારા મંગાવેલો 140 કિલો ગાંજાનો જથ્થો જપ્ત

સોશિયલ મીડિયા પર શેર કરો

ગાંધીધામ,

રાજ્યમાં પોલીસ વિભાગ દ્વારા નશીલા પદાર્થોની ગેરકાયદેસર રીતે થતી હેરાફેરી અને ઉપયોગને અટકાવવા માટે “SAY NO TO DRUGS” મિશન અંતગર્ત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ, વેચાણ કે સેવન ક૨નારા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે કચ્છ પોલીસ એક મોટું ઓપરેશન પાર પાડ્યું છે જેમાં, પોલીસને મળેલ બાતમીને આધારે ગાંધીધામ જી.આઇ.ડી.સી. કુરિયર દ્વારા મંગાવેલો 140 કિલો ગાંજાનો જથ્થો પોલીસ જપ્ત કર્યો હતો, જેની કિંમત આશરે રૂ. 14,06,000 આંકવામાં આવી રહી છે. 

આ સમગ્ર બાબતે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પોલીસ અધિકારીઓને પેટ્રોલિંગ દરમિયાન એક બાતમી મળી હતી કે ગાંધીધામ જી.આઇ.ડી.સી. વિસ્તારમાં આવેલી કુરિયર સર્વિસની ઑફિસમાં પાર્સલોની આડમાં મોટી માત્રામાં પેકેટની અંદર ગાંજાનો જથ્થો મોકલવામાં આવ્યો છે. આ પાર્સલ છોડાવવા આવેલા વ્યક્તિને શંકા જતાં તેણે પાર્સલ છોડાવ્યું ન હતું અને બસ મારફતે શહેર છોડીને નાસી જવાની ફિરાકમાં જ હતો. 

જોકે પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના આધારે ગેરકાયદેસર રીતે પાર્સલમાં ગાંજો લાવનાર આરોપી ધનચંદકુમાર પંડીતની ધરપકડ કરી 140 કિલો 600 ગ્રામ ગાંજો જપ્ત કર્યો હતો અને પોલીસે ગુનો નોંધી આ મામલે ઝીણવટપૂર્વક વધુ તપાસ શરૂ કરી છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *