પ્રયાગરાજ
26 ફેબ્રુઆરી એટલે કે મહાશિવરાત્રીના દિવસે પ્રયાગરાજ મહાકુંભમાં છેલ્લું સ્નાન છે. ભક્તોમાં સંગમમાં પવિત્ર ડૂબકી લગાવવાની સ્પર્ધા ચાલી રહી છે. લોકો પોતાના અંગત વાહનોમાં પણ પ્રયાગરાજ મહાકુંભ પહોંચ્યા છે. જેના કારણે અહીં લગભગ 25 કિલોમીટરનો ટ્રાફિક જામ છે. જામના કારણે વૃદ્ધો, બાળકો અને મહિલાઓને સૌથી વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. શ્રદ્ધાળુઓની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને, ટ્રાફિકને સુવ્યવસ્થિત રીતે નિયંત્રિત કરવા માટે ડાયવર્ઝન યોજના અમલમાં મૂકવામાં આવી છે. વહીવટીતંત્ર દ્વારા તમામ વાહનોને કોખરાજ બાયપાસથી ફાફામૌ બેલા કછર પાર્કિંગ તરફ વાળવામાં આવી રહ્યા છે. આનાથી ભક્તો સરળતાથી મહાકુંભમાં પહોંચી શકે છે અને સ્નાન કરી શકે છે. પ્રયાગરાજ મહાકુંભમાં સ્નાન કરનારા ભક્તોની સંખ્યા 60 કરોડને વટાવી ગઈ છે. મહાકુંભમાં ભક્તોની સતત ભીડ અંગે યૂ.પી ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું કે અનુકૂળ વાતાવરણનું પરિણામ છે અત્યાર સુધીમાં 60 કરોડથી વધુ ભક્તોએ મહાકુંભ 2025 પ્રયાગરાજમાં શ્રદ્ધાની પવિત્ર ડૂબકી લગાવી છે.