મુંબઈ,
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે ગુરુવારે દિલ્હીના પ્રવાસે હતા. રામલીલા મેદાનમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપ્યા બાદ તેમણે NDA નેતાઓ સાથે બેઠક કરી હતી.
એકનાથ શિંદેની ગાડીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવાના કેસમાં મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા બે શકમંદોની અટકાયત કરી તપાસ કરવામાં આવી રહી છે. વાસ્તવમાં ગોરેગાંવ પોલીસને એક અજાણ્યા વ્યક્તિનો ઈમેલ મળ્યો હતો. આ મેલમાં એકનાથ શિંદેની કારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. મંત્રાલય અને જેજે માર્ગ પોલીસ સ્ટેશનમાં પણ આવા જ ધમકીભર્યા મેલ મળ્યા હતા. આ મેઈલ મળતા જ પોલીસમાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસે ઈમેલ મોકલનાર વ્યક્તિની શોધખોળ શરૂ કરી હતી.