છોટાઉદેપુર ચૂંટણીના પરિણામો બાદ બસપા અને ભાજપના કાર્યકરો વચ્ચે અથડામણ; પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિ કાબુમાં લીધી 

સોશિયલ મીડિયા પર શેર કરો

છોટાઉદેપુર,

છોટાઉદેપુર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ બસપા અને ભાજપના કાર્યકરો વચ્ચે તણાવ સર્જાયો છે. બંને પક્ષોના ઉમેદવાર પુરોહિત ફળિયાના હોવાથી થોડો તંગદિલી નો માહોલ સર્જાયો હતો, તેમના સમર્થકો વચ્ચે અથડામણ થઈ રહી છે, જેના કારણે અજંપાભરી સ્થિતિ ઉભી થઈ હતી. પોલીસે બંને પક્ષોને સમજાવ્યા હતા જે બાદ સ્થિતિ કાબૂ માં આવી હતી. 

બંન્ને ઉમેદવાર પુરોહિત ફળિયાના હોવાથી અજમ્પા ભરી શાંતિ છવાઈ. પોલીસ  બંને પક્ષોને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. હાલતો ટોળાને વિખેરવાના પોલીસના પ્રયાસો સફળ રહ્યા છે.

જો કે, થોડા દિવસો અગાઉ દેવગઢ બારીયા નગર પાલિકાની ચૂંટણી પરિણામ બાદ 2 જૂથ વચ્ચે અથડામણ થઈ અને જૂથ અડામણ લોહીયાળ બની છે. ચૂંટણી પરિણામ જાહેર થતા કાપડી વિસ્તારમાં કેટલાક શખ્સોએ પથ્થરમારો કર્યો હતો. જેને પગલે એક જ કોમના બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી. આ પથ્થરમારામાં 3થી વધુ લોકોને ઈજા થતા કાપડી વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો છે. આ મામલે પોલીસે સમગ્ર મામલે પોલીસની ટીમને મેદાનમાં ઉતારી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *