બર્ધમાન,
પશ્ચિમ બંગાળમાં કોલકાતાના બર્ધમાનના સાંઈ ગ્રાઉન્ડ ખાતે એક કાર્યક્રમને સંબોધતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSSના વડા મોહન ભાગવતે કહ્યું કે હિન્દુ સમાજ માને છે કે વિવિધતા એકતામાં રહેલી છે. કોલકાતાના બર્ધમાનના સાંઈ ગ્રાઉન્ડ ખાતે આરએસએસના એક કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે લોકો વારંવાર પૂછે છે કે આપણે ફક્ત હિન્દુ સમાજ પર જ કેમ ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, અને મારો જવાબ છે કે દેશનો જવાબદાર સમાજ હિન્દુ સમાજ છે.
મોહન ભાગવતે કહ્યું કે આજે કોઈ ખાસ કાર્યક્રમ નથી. જે લોકો સંઘ વિશે જાણતા નથી તેઓ ઘણીવાર પ્રશ્ન કરે છે કે સંઘ શું ઇચ્છે છે. જો મારે જવાબ આપવો પડે તો હું કહીશ કે સંઘ હિન્દુ સમાજને સંગઠિત કરવા માંગે છે કારણ કે તે દેશનો એક જવાબદાર સમાજ છે.
મોહન ભાગવતે વધુમાં કહ્યું હતું,કે ભારત ફક્ત ભૂગોળ નથી, પરંતુ ભારતનો એક સ્વભાવ છે. કેટલાક લોકો આ મૂલ્યો અનુસાર જીવી શક્યા નહીં અને તેમણે એક અલગ દેશ બનાવ્યો. પરંતુ અહીં રોકાયેલા લોકોએ સ્વાભાવિક રીતે જ ભારતનો સાર અપનાવ્યો અને આ સાર શું છે? હિન્દુ સમાજ જ વિશ્વની વિવિધતાને સ્વીકારીને ખીલે છે. આપણે ‘વિવિધતામાં એકતા’ કહીએ છીએ, પરંતુ હિન્દુ સમાજ માને છે કે વિવિધતા જ એકતા છે.
સાથેજ તેમને જણાવ્યું હતું કે ભારતમાં કોઈ પણ સમ્રાટો અને મહારાજાઓને યાદ નથી કરતા પરંતુ જેણે પિતાનું વચન પૂર્ણ કરવાના ઉદ્દેશ્ય સાથે 14 વર્ષ સુધી વનવાસ ગયા તે રામ અને ભરતને યાદ રાખે છે. તે વ્યક્તિ કે જેણે પોતાના ભાઈની પાદૂકા ગાદી પર મૂકી હતી અને વનવાસમાંથી પાછા ફર્યા પછી રાજ્ય તેમને સોંપ્યું હતું. તેમણે કહ્યું કે આ લાક્ષણિકતાઓ ભારતને વ્યાખ્યાયિત કરે છે.. જે લોકો આ મૂલ્યોનું પાલન કરે છે તેઓ હિન્દુ છે અને તેઓ સમગ્ર દેશની વિવિધતાને એક રાખે છે. અમે એવી પ્રવૃત્તિઓમાં જોડાતા નથી જેનાથી બીજાઓને નુકસાન થાય. શાસકો, વહીવટકર્તાઓ અને મહાપુરુષો પોતાનું કામ કરે છે, પરંતુ સમાજે રાષ્ટ્રની સેવા માટે આગળ આવવું જોઈએ.
હિન્દુઓમાં એકતાની જરૂરિયાતનો પુનરોચ્ચાર કરતા તેમણે કહ્યું, ‘આપણે હિન્દુ સમાજને એક કરવાની અને સંગઠિત કરવાની જરૂર છે. સમસ્યાઓનું સ્વરૂપ શું છે તે મહત્વનું નથી, આપણે તેનો સામનો કરવા માટે કેટલા તૈયાર છીએ તે મહત્વનું છે.