રાજસ્થાનના કોટામાં ખાતરની એક ફેક્ટરીમાંથી એમોનિયા ગેસ લિકથતા સરકારી શાળાના 15 બાળકો બેભાન

સોશિયલ મીડિયા પર શેર કરો

કોટા,

રાજસ્થાનના કોટામાં ચંબલ ખાતર કેમિકલ ફેક્ટરીમાંથી એમોનિયા ગેસ લીક ​​થયો હતો અને આ ગેસના સંપર્કમાં આવતાં એક સરકારી શાળાના 15 બાળકો બેભાન થઈ ગયા હતા જે બાદ તેમને સારવાર અર્થે તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

આ ઘટના બાબતે મળતી માહિતી અનુસાર, શરૂઆતમાં બાળકોની સારવાર CFCL દવાખાનામાં કરવામાં આવી હતી. બાળકોએ જણાવ્યું કે શાળાના પરિસરમાં અચાનક તેમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી અને તેમની તબિયત લથડવા લાગી. થોડી જ વારમાં, બાળકો બેભાન થઈ ગયા અને શાળામાં અંધાધૂંધી મચી ગઈ હતી.

તેમજ આ ઘટના બાદ NDRFની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને વિસ્તારમાં ઘરે ઘરે જઈને સર્વે કરી રહી છે. ગેસ લીકેજથી કેટલાક ગ્રામજનો પણ પ્રભાવિત થયા છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ પણ આ ઘટનાની માહિતી લીધી છે. આ ઘટનાની જાણ થતાજ જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ગોસ્વામી, ગ્રામીણ એસપી સુજીત શંકર, વહીવટી અધિકારીઓ અને ડોક્ટરોની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *