આ વર્ષે AMC ની ચૂંટણી છે ત્યારે અમદાવાદમાં ચંડોળા તળાવમાં દબાણને લઇને ફરી એકવાર રાજકારણ ગરમાયું

સોશિયલ મીડિયા પર શેર કરો

અમદાવાદ,

ભાજપના નેતા અને ધારાસભ્ય અમિત શાહે ચંડોળા તળાવ દબાણ લઈને પત્ર લખ્યા છે. ધારાસભ્ય અમિત શાહે પત્રમાં લખ્યું કે, ‘ચંડોળા તળાવમાં ગેરકાયદેસર બાંગ્લાદેશી વસાહતો દુર કરવા તારીખ 07/02/2025ના રોજ પત્ર લખેલ, વધારામાં આપને જણાવવાનુ કે, હાલમાં ત્યાં અ.મ્યુ.કોને કેટલાક તત્વો કચરો/ પુરણી ઠાલવી નવી વસાહતો બનાવવાની તૈયારી કરી રહ્યા છે. આ અંગે માન.કલેક્ટર સાહેબને ત્યાં મેસેજ, ફોટો, વીડિયો મોકલેલ છે, આપને પણ આ સાથે ફોટા વિડિયો મોકલી રહ્યો છું, આશા રાખુ છુ કે આપ નવી વસાહત બનતા રોકશો અને ભુતકાળમાં બનેલી ગેરકાયદેસર વસાહતો દુર કરશો.’ નોંધનીય છે કે, ધારાસભ્ય અમિત શાહે પણ આ દબાણો હટાવવા માટે એએમસીને પત્ર લખ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *