કર્ણાટક,
કર્ણાટક રાજ્યની સિદ્ધારમૈયા સરકારે દેશની બે મોટી જાહેર ક્ષેત્રની બેંકોને લઈને મોટો નિર્ણય લીધો છે. કર્ણાટક સરકારે તેના તમામ સરકારી વિભાગોને પંજાબ નેશનલ બેંક (PNB) અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના ખાતામાંથી તેમના તમામ વ્યવહારો બંધ કરવાનો આદેશ આપ્યો છે. સરકારના આ નિર્ણય બાદ તમામ સરકારી વિભાગોએ PNB અને SBIમાં જમા કરાયેલા પૈસા પાછા લેવા પડશે. સરકારના તમામ વિભાગોને ડિપોઝિટ અને એફડી ઉપાડવી પડશે અને એકાઉન્ટ બંધ કરવું પડશે તેવી સૂચના આપવામાં આવી છે.
પબ્લિક ડોમેઈન વડે મળતી માહિતી મુજબ કર્ણાટક સરકારનો આ આદેશ રાજ્ય નાણા વિભાગના સચિવ જાફરે આપ્યો છે. આદેશ મુજબ, SBI અને PNB બંને બેંકોમાં તમારા પૈસા જમા ન કરાવો અને બંને બેંકો સાથે કોઈપણ પ્રકારનો વ્યવહાર ન કરો તેવું જણાવવામાં આવ્યું છે. FD પરત ન કરીને છેતરપિંડીના બે કિસ્સાઓને કારણે રાજ્ય સરકારે SBI અને પંજાબ નેશનલ બેંકમાં રાખેલા તમામ નાણાં પાછા લેવાનો પ્રસ્તાવ મૂક્યો છે. સરકાર વતી નાણા વિભાગે તમામ વિભાગોને આ બંને બેંકોમાં ભવિષ્યમાં કોઈપણ પ્રકારની થાપણો ન રાખવાનો પરિપત્ર જારી કર્યો છે.