ઓડિશા,
DRDO એ ઓડિશાના દરિયાકાંઠે ભારતીય વાયુસેનાના Su-30 MK-I પ્લેટફોર્મ પરથી લાંબા અંતરના ગ્લાઈડ બોમ્બ ‘ગૌરવ’નું પ્રથમ સફળ ઉડાન પરીક્ષણ કર્યું છે. ગૌરવ એ હવાઈ પ્રક્ષેપિત 1,000 કિગ્રા ક્લાસ ગ્લાઈડ બોમ્બ છે. જે લાંબી રેન્જમાં લક્ષ્યોને હિટ કરવામાં સક્ષમ છે. ફ્લાઇટ-પરીક્ષણ દરમિયાન ગ્લાઇડ બોમ્બે લોંગ વ્હીલર આઇલેન્ડ પર ચોક્કસ ચોકસાઈ સાથે લક્ષ્યને હિટ કર્યું હતું. ગૌરવ ગ્લાઈડ બોમ્બ ખાસ ભારતીય વાયુસેના માટે તૈયાર કરવામાં આવ્યો છે. જે નેવિગેશન સિસ્ટમથી સજ્જ છે. ફાઈટર જેટથી લોન્ચ થયા પછી પણ તે પોતાની નેવિગેશન સિસ્ટમથી લક્ષ્ય સુધી પહોંચીને તેને નષ્ટ કરી શકે છે.
ગ્લાઈડ બોમ્બ ગૌરવ 1000 કિલોનો છે, જે ફાઈટર જેટથી લોન્ચ થયા બાદ 150 કે તેથી વધુનું અંતર કાપીને દુશ્મનનો નાશ કરી શકે છે. આ બોમ્બને પાંખો પણ છે અને તે નેવિગેશન સિસ્ટમથી પણ સજ્જ છે. જેના કારણે તે કોઈપણ લક્ષ્ય સુધી પહોંચી શકે છે અને હુમલો કરી શકે છે. જીપીએસની મદદથી આ શક્ય છે, જે પ્લેનમાંથી લોન્ચ થયા બાદ નેવિગેશનમાં સેટ કરેલા લક્ષ્યને નષ્ટ કરી શકે છે. ડીઆરડીઓએ ભારતીય સેના માટે બે બોમ્બ ડિઝાઇન કર્યા છે, પહેલો ગ્લાઈડ બોમ્બ ગૌરવ છે જે લાંબા અંતરના કોઈપણ લક્ષ્યને હિટ કરી શકે છે, તેની પાંખો પણ છે, જ્યારે બીજો ગૌતમ છે જે ટૂંકા અંતરના લક્ષ્યોને હિટ કરી શકે છે.
અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ આ બોમ્બનું નિર્માણ કરી રહી છે. ગ્લાઈડ બોમ્બ ગૌરવે ચોકસાઈ સાથે લોંગ વ્હીલર આઈલેન્ડ પર તૈનાત લક્ષ્યને ટાર્ગેટ કર્યું હતું. ટેસ્ટનો તમામ ડેટા ટેલિમેટ્રી અને ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ ટ્રેકિંગ સિસ્ટમમાં કેપ્ચર કરવામાં આવ્યો છે. આ સમગ્ર પરીક્ષણ પર ડીઆરડીઓના વૈજ્ઞાનિકો દ્વારા નજર રાખવામાં આવી હતી. આ પરીક્ષણ સુખોઈ ફાઈટર પ્લેનથી કરવામાં આવ્યું હતું. અગાઉ ગયા વર્ષે પણ ગ્લાઈડ બોમ્બનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું જે સફળ રહ્યું હતું.