ગુજરાતના 21 પોલીસ કર્મચારીઓને પ્રેસિડેન્ટ મેડલ મળશે

સોશિયલ મીડિયા પર શેર કરો

ગાંધીનગર,

આપણા દેશમાં દરેક ખૂણે સ્વતંત્રતા દિવસની ઉજવણીની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન ગુજરાતના 21 પોલીસકર્મીને સ્વતંત્રતા દિવસ નિમિતે સન્માનિત કરવામાં આવશે. ગુજરાતના 21 પોલીસ કર્મચારીઓને પ્રેસિડેન્ટ મેડલ એનાયત થશે. 

સ્વતંત્રતા પર્વના એક દિવસ પૂર્વે કરાયેલી જાહેરાત અનુસાર, આવતીકાલે પોલીસકર્મીઓને મેડલ એનાયત કરાશે. તેમની પ્રશંસાપાત્ર સેવા બદલ આ મેડલ આપવામાં આવે છે. ત્યારે 2 અધિકારીઓને વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત કરવામ આવશે. બળવંતસિંહ ચાવડા અને ભરતકુમાર બોરાણાને વિશિષ્ટ સેવા મેડલ આપવામાં આવશે, જયારે અન્ય 19 પોલીસ જવાનોને પ્રતિષ્ઠીત સેવા મેડલ આપવામાં આવશે. દેશમાં 1037 જવાનોને સન્માનિત કરાશે

આ વર્ષે પોલીસ, ફાયર, હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ અને સુધારાત્મક સેવાઓના કુલ 1037 જવાનોને વીરતા અને સેવા ચંદ્રક આપીને સન્માનિત કરવામાં આવશે. ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર નિવેદન અનુસાર, 1037 સુસુરક્ષાકર્મીઓને તેમની અસાધારણ સેવાઓ માટે સન્માન આપવામાં આવશે. 

ગુજરાત પોલીસનાં જે જવાનોને મેડલ એનાયત કરવામાં આવશે તેમની સૂચિ આ પ્રમાણે છે.

– બળવંતસિંહ ચાવડા, DySP
– ભરતકુમાર બોરાણા, સબ ઈન્સ્પેક્ટર

પ્રશંસનીય સેવા માટે રાષ્ટ્રપતિ પદક જે અધિકારીઓને મળશે તેમની સૂચિ

– અશોકકુમાર મુનિયા, કમાન્ડન્ટ
– રાજેન્દ્રસિંહ ચુડાસમા, કમાન્ડન્ટ
– સજનસિંહ પરમાર, SP
– બિપીન ઠાકેર, DySP
– દિનેશ ચૌધરી, DySP
– નીરવસિંહ ગોહિલ, ACP
– કૃષ્ણકુમારસિંહ ગોહિલ, DySP
– જુગલકુમાર પુરોહિત, DySP
– કરણસિંહ પંથ, સબ ઈન્સ્પેક્ટર
– હરસુખલાલ રાઠોડ, ASI
– અશ્વિનકુમાર શ્રીમાલી, સબ ઈન્સ્પેક્ટર
– વિજયકુમાર પટેલ, ASI
– બશીર મુદ્રક, ASI
– ઈશ્વરસિંહ સિસોદિયા, સબ ઈન્સ્પેક્ટર
– રમેશભાઈ પટેલ, હેડ કોન્સ્ટેબલ
– કિશોરસિંહ સિસોદિયા, સબ ઈન્સ્પેક્ટર
– પ્રકાશભાઈ પટેલ, આર્મ્ડ પોલીસ સબ ઈન્સ્પેક્ટર
– મહિપાલ પટેલ, હેડ કોન્સ્ટેબલ
– ધર્મેન્દ્રસિંહ વાઘેલા, સબ ઈન્સ્પેક્ટર

હોમગાર્ડ એન્ડ સિવિલ ડિફેન્સમાં પ્રશંસનીય સેવા માટે રાષ્ટ્રપતિ પદક પ્રાપ્ત કરનારાઓની સૂચિ

– સંજયભાઈ વસાવા, સિનિયર પ્લાટૂન કમાન્ડર
– પસાભાઈ ઝાલા, હવલદાર ક્લાર્ક
– બ્રિજેશ શાહ, ડેપ્યૂટી ચીફ વોર્ડન
– મેહુલ સોરઠિયા, ડેપ્યૂટી ચીફ વોર્ડન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *