નવી દિલ્હી,
રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ અમૃત ઉદ્યાન ગ્રીષ્મકાલીન વાર્ષિક આવૃત્તિ, 2024ના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી હતી. અમૃત ઉદ્યાન 16 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર, 2024 સુધી સવારે 10:00થી સાંજે 6:00 વાગ્યા સુધી (અંતિમ પ્રવેશ – 05:15 વાગ્યા સુધી) જાહેર જનતા માટે ખુલ્લું રહેશે. જાળવણીના કારણે સોમવારે પાર્ક બંધ રહેશે. 29મી ઓગસ્ટ રાષ્ટ્રીય રમતગમત દિવસ નિમિત્તે ખેલાડીઓ માટે અને 5મી સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે શિક્ષકોના પ્રવેશ માટે અનામત રાખવામાં આવી છે.
પ્રવેશ માટે નોંધણી ફરજિયાત છે અને તે મફત છે. મુલાકાતીઓ રાષ્ટ્રપતિ ભવનની વેબસાઇટ (https://visit.rashtrapatibhavan.gov.in/) પર ઓનલાઈન બુકિંગ કરી શકે છે. વોક-ઇન મુલાકાતીઓ ગેટ નંબર 35ની બહાર મુકવામાં આવેલ સેલ્ફ-સર્વિસ કિઓસ્ક દ્વારા પોતાની નોંધણી કરાવી શકે છે. નોર્થ એવેન્યુ રોડ પાસેના રાષ્ટ્રપતિ ભવનના ગેટ નંબર 35માંથી પ્રવેશ થશે. મુલાકાતીઓની સુવિધા માટે, કેન્દ્રીય સચિવાલય મેટ્રો સ્ટેશનથી ગેટ નંબર 35 સુધી મફત શટલ બસ સેવા પણ ઉપલબ્ધ રહેશે.