નર્મદા,
ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદના કારણે પાણીની મોટા પ્રમાણમાં આવકને પગલે, સરદાર સરોવર નર્મદા ડેમની સિઝનમાં પ્રથમવાર સપાટી 135.16 મીટર પહોંચી છે. હાલમાં સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 3,09,359 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેના પગલે, નર્મદા ડેમમાં 3929 મિલિયન ક્યુબિક મીટર લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે. નર્મદા ડેમમાં 87 ટકા જળસંગ્રહ થયું છે. રિવરબેડ પાવરહાઉસમાંથી 44,214 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. કેનાલ હેડ પાવરહાઉસમાંથી 22,811 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. નર્મદા ડેમમાંથી કુલ 1,57,025 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમની મહત્તમ જળસપાટી 138.68 મીટર છે.