ગુજરાત પોલીસમાં ફરી ભરતી, વર્ગ-3માં 950 જગ્યા ખાલી

સોશિયલ મીડિયા પર શેર કરો

ગાંધીનગર
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ટેક્નિકલ સેવાઓ હેઠળના વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ પ્રભાગમાં વર્ગ-3 સંવર્ગની ખાલી
જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીપ્રક્રિયા દ્વારા કુલ 950 જેટલી ટેક્નિકલ
જગ્યાઓ ભરવામાં આવશે, જેના માટે લાયક ઉમેદવારો પાસેથી ફક્ત ઓનલાઈન અરજીઓ મગાવવામાં આવી છે. ​આ જગ્યાઓ
માટે એન્જિનિયરિંગ અને ટેક્નોલોજીના વિવિધ પ્રવાહો, જેવા કે ઇલેક્ટ્રોનિક્સ, કોમ્યુનિકેશન, આઇટી, કોમ્પ્યુટર સાયન્સ,
ઓટોમોબાઈલ અને મિકેનિકલની પદવી કે ડિપ્લોમા ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે. એ માટે ઓનલાઈન અરજીઓ તા. 9
જાન્યુઆરી બપોરે 14 કલાકથી તા. 29 જાન્યુઆરી/રાત્રિના 23.59કલાક સુધી સ્વીકારવામાં આવશે.
ગુજરાત પોલીસમાં PSI અને LRDની કુલ 13,591 જગ્યાની ભરતી માટે શારીરિક કસોટી આગામી 21 જાન્યુઆરી 2026થી શરૂ
થવાની છે, જોકે શારીરિક કસોટી માટેના કોલલેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા અંગેની વિગત ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે એમ
ભરતી બોર્ડ દ્વારા જાણાવાયું છે. PSI અને લોકરક્ષક કેડર માટે 13,591 જગ્યા માટે યોજાયેલી આ ભરતીમાં રાજ્યભરમાંથી
14,28,546 ઉમેદવારે અરજી કરી હતી. ઉલ્લેખનીય છે કે PSI અને LRD જેવી મહત્ત્વપૂર્ણ કેડરની ભરતી માટે શારીરિક કસોટી
મહત્ત્વપૂર્ણ માપદંડ ગણાય છે, તેથી ઉમેદવારોને તમામ જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા તથા શારીરિક ધોરણો અંગે પૂર્વ તૈયારી
રાખવા માટે સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત ઉમેદવારોને સલાહ પણ આપવામાં આવી છે કે તેઓ નિયમિત રીતે ગુજરાત
પોલીસ ભરતી બોર્ડની અધિકૃત વેબસાઈટ પર નજર રાખે અને આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *