મહેસાણા
મહેસાણા જિલ્લાના અંબાસણ BSF કેમ્પ પાસે આવેલા ONGCના વેલ પરથી 80 નંગ પાઇપોની ચોરી થવાની ઘટના સામે આવી
છે. આશરે 6 લાખ રૂપિયાની કિંમતની આ પાઇપો અજાણ્યા તસ્કરો ચોરી કરી ફરાર થઈ જતાં લાઘણજ પોલીસ મથકમાં ફરિયાદ
નોંધાવવામાં આવી છે. ONGC દ્વારા મોદીપુર ગામના વેલ નંબર 111થી ભેસાણા ગામની સીમમાં આવેલા વેલ નંબર 200 સુધી
2 ઇંચની એ.એસ. કોટેડ પાઇપ નાખવા માટે એક ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ અંતર્ગત
પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલુ હોવાથી, અંબાસણ BSF કેમ્પ પાસે આવેલા વેલ નંબર 152ની ખુલ્લી જગ્યામાં 80 નંગ
પાઇપો ઉતારવામાં આવી હતી. આ પાઇપોને જોડવા માટે વેલ્ડિંગનું કામ પણ પ્રગતિમાં હતું. ગત 15 ઓક્ટોબર 2025ના રોજ
જ્યારે સાઈડ ઇન્ચાર્જે મુલાકાત લીધી ત્યારે તમામ પાઇપો સ્થળ પર હાજર હતી. જોકે, બીજા જ દિવસે એટલે કે 16 ઓક્ટોબરના
રોજ તપાસ કરતા ત્યાંથી 80 નંગ પાઇપો ગાયબ હોવાનું માલૂમ પડ્યું હતું. આ અંગે સાઈડ ઇન્ચાર્જે તાત્કાલિક પ્રોજેક્ટ મેનેજરને
જાણ કરી હતી. ચોરી થયેલી પાઇપો આશરે 12 મીટર લાંબી અને 2 ઇંચની પહોળાઈ ધરાવતી હતી. હરિરામ જાટ દ્વારા
આસપાસના તમામ વેલ પર તપાસ કરવામાં આવી હતી, પરંતુ પાઇપોનો કોઈ પત્તો લાગ્યો ન હતો. અંતે આ મામલે હરિરામ જાટ
દ્વારા લાઘણજ પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ 6 લાખની મત્તાની ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આ
મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
6 લાખની કિંમતની 80 પાઇપો ચોરાઇ, અંબાસણ BSF કેમ્પ પાસે ONGCની પાઇપલાઇનના કામમાં તસ્કરી

