સૌરાષ્ટ્ર યુનિ.માં 60મો પદવીદાન સમારોહ યોજાયો

સોશિયલ મીડિયા પર શેર કરો

રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 60મો પદવીદાન સમારોહ કાનજી ભૂટા બારોટ રંગમંચ ખાતે આજરોજ યોજવામાં આવ્યો હતો. ગુજરાતના
રાજયપાલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના અઘ્યક્ષસ્થાને યોજાયેલા કોન્વોકેશનમાં ગુજરાત રાજયના
મંત્રી ઉપસ્થિત રહ્યા હતા અને તેમ વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવ્યા હતા. આજે 14 વિદ્યાશાખાના 43,792 વિદ્યાર્થીઓને પદવી
આપવામાં આવી હતી અને રાજ્યપાલના હસ્તે 160 તેજસ્વી વિદ્યાર્થીઓને 178 ગોલ્ડ મેડલ અને 186 વિદ્યાર્થીઓને 271
પ્રાઈઝ એનાયત કરવામાં આવી હતી. દર વર્ષની જેમ આ વખતે પણ સુવર્ણચંદ્રક મેળવનારા દીકરાઓની સામે દીકરીઓની સંખ્યા

વધારે છે. આ વખતના પદવીદાન સમારોહમાં 129 દિકરીઓ સામે દીકરાઓ માત્ર 49 જ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 60મો
પદવીદાન સમારોહ આજ રોજ સવારે રાજયના રાજયપાલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના
અધ્યક્ષસ્થાને, ગુજરાત રાજયના શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 14
વિદ્યાશાખાના 43792 વિદ્યાર્થીઓને પદવીઓ તથા 178 ગોલ્ડમેડલ તથા 271 પ્રાઈઝ એનાયત કરવામાં આવી હતી. જેમાં
દાતાઓ તરફથી કુલ 72 ગોલ્ડમેડલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી કુલ 106 ગોલ્ડમેડલ મળીને કુલ 178 ગોલ્ડમેડલ એનાયત
કરવામાં આવ્યા હતા. દાતાઓ તરફથી કુલ 113 પ્રાઈઝ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી કુલ 158 પ્રાઈઝ મળીને 271 પ્રાઈઝ આ
પદવીદાન સમારોહમાં એનાયત કરવામાં આવ્યા હતા.
જામનગરની એમ.પી. શાહ મેડીકલ કોલેજની વિદ્યાર્થિની મેડિકલ ફેકલ્ટીની MBBSની વિદ્યાર્થિની અઘારા ધ્રુતિબેન દાતાઓ તરફથી
7 તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી 6 ગોલ્ડ મેડલ ઉપરાંત યુનિવર્સિટી તરફથી 2 પ્રાઈઝ આપવામાં આવ્યા હતા. અમરેલીની મોંઘીબા
મહિલા આર્ટસ કોલેજની વિદ્યાર્થિની નીમાવત ગાયત્રી દીલીપભાઈને બી.એ. માં 3 ગોલ્ડમેડલ અને 8 પ્રાઈઝ, રાજકોટની કે.એ.
પાંધી લો કોલેજની વિદ્યાર્થિની ગૌસ્વામી ખ્યાતી મહેશપરીને એલ.એલ.બી. માં 3 ગોલ્ડમેડલ તથા 7 પ્રાઈઝ અને રાજકોટની જ
સરકારી મેડીકલ કોલેજના વિદ્યાર્થી પંડયા પાર્થ જયેશભાઈને એમ.એસ. જનરલ સર્જરીમાં 3 ગોલ્ડમેડલ તથા 1 પ્રાઈઝ એનાયત
કરવામાં આવ્યા હતા. મંત્રી ડો. પ્રદ્યુમન વાંજાએ વિદ્યાર્થીઓને પ્રવચન આપતા જણાવ્યું હતું કે, રાજકોટનો મારા જીવનમાં ખુબ મોટો
સિંહ ફાળો છે. હું રાજકોટની જ શાળાનો વિદ્યાર્થી છું એટલે મને અહીંયા બોલાવવા બદલ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનો ખુબ ખુબ આભાર
વ્યક્ત કરું છું. ભૂલતા નહિ આપણી સફળતા પાછળ અન્ય લોકોનો ફાળો છે. આપણી પાછળ મહેનત કરનાર ને યાદ રાખજો.
વિદ્યાર્થીઓ પદવી મેળવે પછી આગળ નવી જવાબદારી મળે છે. અત્યાર સુધી સ્વતંત્ર હતા હવે દેશના નાગરિક તરીકેની ફરજ શરૂ
થાય છે. આ શિક્ષણ કાર્યને વધુ ઉજ્વવળ બનાવવા માટે પ્રધાનમંત્રી દ્વારા નવી શિક્ષણ નીતિ આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર
યુનિવર્સીટીના નચિકેતાઓ મારી સામે છે ત્યારે વિકસિત ભારત 2047ના સંકલ્પમાં આ બધા નચિકેતાઓનો ફાળો હશે તેવી હું આશા
વ્યક્ત કરું છું. પડકારોથી દૂર નથી જવાનું પડકારનો સામનો કરવાનો છે. આત્મનિર્ભર ભારતના અભિયાનમાં બધા લોકો પોત
પોતાના ક્ષેત્રમાં આગળ વધે તેવી મારી સૌને શુભેચ્છા છે. 2047માં ભારત વિકસિત દેશ બને ત્યારે તમે પણ ફૂલ નહીતો ફૂલની
પાંખડી જેટલો ફાળો આપશો તો તમને પણ ખુદ ઉપર ગર્વ જરૂર થશે.
આચાર્ય દેવવ્રતે પોતાના પ્રવચનમાં વિદ્યાર્થીઓને આજે પદવી મેળવવા બદલ અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી ગુરુ, આચાર્ય, અને
વિદ્યાનો અર્થ સમજાવવામાં આવ્યો હતો. વિદ્યા જીવનના દરેક ક્ષણમાં ઉપયોગી બનવી જોઈએ. આજ સુધી આપણા દેશમાં આપણે
ડિગ્રી આપી રહ્યા છીએ પરંતુ સમાજમાં એ કેટલી ઉપયોગીતા બની છે એ આપણે વિચારતા નથી. આપણા દેશમાં ડિગ્રી આવશ્યકતા
બની ગઈ છે માટે એના માટે ચિંતન કરવું જરૂરી છે. આ ઉપરાંત તેમને જણાવ્યું હતું કે, રાજકોટ શહેર તો ઇન્ડસ્ટ્રીનું હબ છે જયારે
જયારે સમય મળે ત્યારે ઉદ્યોગપતિઓને યુનિવર્સીટીમાં બોલાવી તેમને કેવા યુવાનોની જરૂર છે તે અંગે તાગ મેળવો અને એ મુજબ
શિક્ષા અને વિદ્યા મળે એવા પ્રયાસ કરવાથી આગળ આર્થિક રીતે ચોક્કસ મદદરૂપ થશે. નવી શિક્ષણ નીતિમાં પરિવર્તન આવ્યો છે.
સ્કિલ સાથે વિદ્યાર્થીઓને જોડવામાં આવી રહ્યા છે. સમાજને આવશ્યકતા હોય તે મુજબ જ્ઞાન ગુરુકુળમાં આપવામાં આવતું હોય છે.
આપણા વૈદોમાં પણ ગણિત છે આપણી વિદ્યા સર્વ શ્રેષ્ઠ છે. તેમને વધુમાં જણાવ્યું હતું કે, જીવનનું ઉદેશ્ય શું છે.? એ સમજવું ખુબ
જ જરૂરી છે. મનુષ્યની વિશેષતા શું છે એ સમજવું જરૂરી છે. દુનિયાના બીજા પ્રાણીઓથી અલગ મનુષ્ય પ્રાણી છે. મનુષ્ય પાછલના
જન્મનું ભોગવવા અને આગલા જન્મનું કર્મ બાંધવા માટે ભગવાને મનુષ્યને જન્મ આપ્યો છે. ધર્મ અર્થ અને કામ કરી મોક્ષ માટે
મનુષ્યનો જન્મ થાય છે અને તેના માટે વિદ્યા જરૂરી છે. વિદ્યા થકી જ્ઞાનની પ્રાપ્તિ કરવાની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *