ગાંધીનગર
ગાંધીનગરના સેક્ટર-24ના ઇન્દિરા નગર છાપરા વિસ્તારમાં શ્રમજીવી પરિવારની આશરે 5 વર્ષીય બાળકી પર રાત્રિના અંધારામાં
કોઈ નરાધમે દુષ્કર્મ આચર્યું હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. બાળકી શૌચક્રિયા માટે ઊઠી ત્યારે આ તકનો લાભ લઈને
આરોપીએ દુષ્કૃત્ય આચર્યું હતું, જેના કારણે ડરી ગયેલી બાળકી દાદી પાસે જઈને ‘ભૂત આવ્યું’ કહીને રડવા લાગી હતી. દાદીએ
તપાસ કરતાં વસ્ત્રો લોહીથી ખરડાયેલા જોઈને બાળકીને હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં તબીબી તપાસમાં દુષ્કર્મની પુષ્ટિ થઈ
હતી. પોલીસે બાળકીના મામા સહિત ચાર શખસોની શંકાના આધારે અટકાયતમાં લઈને ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ગાંધીનગરના સેક્ટર-24ના ઇન્દિરા નગર છાપરા વિસ્તારમાં એક શ્રમજીવી પરિવારની આશરે 5 વર્ષીય બાળકી પર રાત્રિના
અંધકારમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની જઘન્ય ઘટના ઘટી છે. શ્રમજીવી પરિવાર છાપરામાં રાત્રે સૂઈ ગયો હતો. આ દરમિયાન
બાળકી શૌચક્રિયા માટે ઊઠી હતી.આ તકનો લાભ લઈને અજાણ્યા શખસે બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાથી ડરી ગયેલી
બાળકી તેની દાદી પાસે જઈને સૂઈ ગઈ હતી.બાળકી દાદી પાસે સૂતી વખતે ગભરાઈને “ભૂત આવ્યું, ભૂત આવ્યું” કહીને રડવા માંડી
હતી. દાદીએ બાળકીને શાંત રાખી તપાસ કરતા તેના વસ્ત્રો લોહીથી ખરડાયેલા હતા. કોઈ અજુગતી ઘટના બની હોવાની શંકા
રાખીને બાળકીને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. તબીબી તપાસમાં બાળકી પર દુષ્કર્મ
આચરવામાં આવ્યું હોવાનું માલમ પડ્યું હતું. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ પીડિત બાળકીના માતા-પિતા વચ્ચે અણબનાવ
હોવાથી માતા બાળકીને લઈને તેના પિયરમાં (નાના-નાની સાથે) છાપરા વિસ્તારમાં રહે છે.
ઘટના બની તે વખતે પરિવારના તમામ સભ્યો સૂઈ ગયા હતા.પોલીસે આ જઘન્ય કૃત્યના સંબંધમાં બાળકીના મામા સહિત આશરે
ચારેક લોકોને શંકાના આધારે પૂછપરછ માટે અટકાયતમાં લીધા છે અને ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. હાલ FSLની ટીમ
ઘટનાસ્થળે પહોંચીને વધુ માહિતી એકત્રિત કરી રહી છે.
5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, ગાંધીનગરમાં પોલીસે મામા સહિત 4 શખસોની પૂછપરછ શરૂ કરી, FSLની ટીમ ઘટનાસ્થળે

