પંચમહાલ,
ગુજરાતમાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે, ત્યારે પંચમહાલમાં એક મોટો અકસ્માત થયો હતો જેમાં ગોધરા તાલુકાના ગોલ્લાવ પાસે આવેલી ITI પાસે એક ઈકો કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં પાંચ લોકોના મોત થયા હતા અને 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકો અને ઈજાગ્રસ્ત લોકો છોટાઉદેપુર તાલુકાના કર્ણાવટ ગામના હોવાની વિગતો સામે આવી રહી છે. તમામ લોકો એક અસ્થિર મગજના દર્દીને સારવાર માટે ગોધરા ખાતે લાવ્યા હતા અને સારવાર કર્યા બાદ પરત ફરતી વખતે આ અકસ્માત થયો હતો, ઘટનાની જાણ થતાની સાથે લોકોના ટોળા આવી પહોંચ્યા હતા.
ગોધરા તાલુકાના ગોલ્લવ પાસે ઇકો ગાડીમાં સાત લોકો સવાર થઈ જઈ રહ્યા હતા ત્યારે સામેથી બેફામ આવતા ટેન્કરે ઇકો કાર અડફેટે લીધી હતી. જેને લઈ ભયંકર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત ના કારણે રસ્તા પર 1 કલાક સુધી ટ્રાફિક પણ જયાં થઈ ગયો હતો અને આ માર્ગ અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આ દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનામાં ઇકો કારનો આગળનો ભાગ કચ્ચરઘાણ થઈ ગયો હતો. ઇકો કારનાં પતરા ચીરી સ્થાનિકોએ ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા.પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે. મૃતકોની ઓળખ અને અન્ય વિગતો મેળવવાની કાર્યવાહી ચાલુ છે.