ઈરાનમાં 29 લોકોને ફાંસી અપાઇ, કારણ સૌ કોઇ માટે આઘાતજનક

સોશિયલ મીડિયા પર શેર કરો

ઈરાન

સમગ્ર વિશ્વમાં ઈરાનના જવાબી હુમલાના સમાચારો ચાલી રહ્યા છે. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના તણાવ પર દુનિયાની નજર છે ત્યારે બુધવારે ઈઝરાયેલે લગભગ 29 લોકોને ફાંસી આપી છે. રાજધાની તેહરાનની નજીકની બે જેલોમાં આ સામૂહિક સજા એક જ દિવસમાં આપવામાં આવી છે. આ સમાચાર સૌ કોઇ માટે આઘાતજનક છે. નોર્વે સ્થિત ઈરાન હ્યુમન રાઈટ્સ ઓર્ગેનાઈઝેશન (HRNGO) અનુસાર, 26 કેદીઓને ગેઝેલહેઝર જેલમાં અને ત્રણને કરજ સેન્ટ્રલ જેલમાં ફાંસી આપવામાં આવી હતી. HRNGO ના ડિરેક્ટર મહમૂદ અમીરી-મોગદ્દામ બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતુ કે ઇસ્લામિક રિપબ્લિક દેશમાં કેદીઓને સામૂહિક ફાંસી આપવા અને ઇરાનમાં દમનને વધુ તીવ્ર બનાવવા ઇઝરાયેલ સાથેના તેના તણાવ તરફ વૈશ્વિક ધ્યાનનો લાભ લઈ રહ્યું છે. ઈઝરાયેલ-ઈરાન તણાવ પર સમગ્ર વિશ્વની નજર છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈરાન દેશની અંદર માનવાધિકારને દબાવવા માટે આનો ફાયદો ઉઠાવી રહ્યું છે. ફાંસી આપવામાં આવેલા 29 લોકોમાંથી 17ને હત્યાના આરોપમાં, સાતને ડ્રગ સંબંધિત આરોપોમાં અને ત્રણને બળાત્કારના આરોપમાં ફાંસી આપવામાં આવી હતી. HRNGO એ પણ કહ્યું કે તેમને બુધવારે વધુ બે મહિલાઓને ફાંસી આપવામાં આવી હોવાના સમાચાર મળ્યા છે, પરંતુ હજુ સુધી તેની પુષ્ટિ થઈ નથી. HRNGOએ વધુમાં જણાવ્યું કે ઈરાનમાં 6 જુલાઈના રોજ રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ એક મહિનામાં ઓછામાં ઓછા 87 લોકોને ફાંસી આપવામાં આવી છે. આ બુધવાર સુધીમાં, 2024 માં ફાંસી આપવામાં આવનાર લોકોની કુલ સંખ્યા 338 પર પહોંચી ગઈ છે. એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ અનુસાર ઈરાને 2023માં 853 લોકોને મોતની સજા સંભળાવી હતી. જે છેલ્લા 8 વર્ષમાં સૌથી વધુ છે. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે અહેવાલ આપ્યો છે કે 2023 માં મૃત્યુદંડની સજાના 64 ટકા એવા ગુનાઓ માટે હતા જેના માટે આંતરરાષ્ટ્રીય કાયદામાં મૃત્યુદંડની કોઈ જોગવાઈ નથી, જેમાં ડ્રગ સંબંધિત ગુનાઓ, લૂંટ અને જાસૂસીનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *