‘હું આમ જ અહીં નથી પહોંચ્યો, પરંતુ 7 પોલીસ અધિકારીના હાથ-ટાંટિયા તોડાવીને, તેને ખાડામાં ફેંકાવીને અહીં પહોંચ્યો છું’: સંજય નિષાદ

સોશિયલ મીડિયા પર શેર કરો

લખનૌ,

ઉત્તર પ્રદેશના સુલતાનપુર પહોંચેલા મંત્રી સંજય નિષાદે આરોપ લગાવ્યો કે તેમના સમુદાયના ઘણા લોકોને નકલી કેસોમાં ફસાવવામાં આવ્યા છે. તેમણે પોલીસકર્મીઓને કહ્યું કે અમારા છોકરાઓ સામેના બધા ખોટા કેસ દૂર કરો, નહીં તો વિરોધ થશે. તેમજ હું મુખ્યમંત્રીને પણ ફરિયાદ કરીશ.

તેમજ મંત્રીએ વધુમાં કહ્યું કે જો કોઈ નિષાદને નકલી કેસમાં ફસાવવામાં આવશે તો અમે તેને સહન કરીશું નહીં. જો ઇન્સ્પેક્ટર ખૂબ નાટક કરશે તો તે જેલમાં જશે અને તેને જામીન પણ નહીં મળે. જો જરૂર પડશે તો અમે ઇન્સ્પેક્ટર સામે વધુ કડક કાર્યવાહી કરીશું.

સંજય નિષાદે આગળ કહ્યું કે, ‘જો અમારા સમાજના કોઈ પણ વ્યક્તિને ફસાવવામાં આવશે તો અમે તે સહન નહીં કરીશું. પોલીસ અધિકારી તમે વધુ નાટક કરશો તો જેલ ભેગા થઈ જશો અને જામીન પણ નહીં મળશે. જો જરૂર પડશે તો પોલીસ અધિકારી સામે વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે.’ સંજય નિષાદે સુલ્તાનપુરના ચાંદા વિસ્તારના મદારદીહ ગામમાં આ નિવેદન આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ગયા મંગળવારે ડૉ. સંજય નિષાદ તેમની નિષાદ પાર્ટીની જનાધિકાર યાત્રા સાથે સુલતાનપુર પહોંચ્યા હતા. જ્યાં તેમણે પ્રતાપગઢ-સુલતાનપુર સરહદ પર સ્થિત ચાંદા વિસ્તારના મદારદીહ ગામમાં એક જાહેર સભાને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે પોલીસ અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *