વોશિંગ્ટન,
ભારતીય મૂળની સુનીતા વિલિયમ્સ ગયા વર્ષે 5 જૂનના રોજ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ગયા હતા. તેણી એક અઠવાડિયા પછી પરત ફરવાની હતી, પરંતુ બોઇંગ સ્ટારલાઇનરમાં સમસ્યાને કારણે, તે ત્યાં જ અટવાઈ ગઈ. બંને અવકાશયાત્રીઓ બોઈંગ અને નાસાના સંયુક્ત ક્રૂ ફ્લાઈટ ટેસ્ટ મિશન પર અવકાશમાં ગયા હતા.
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ જો બાઈડન પર બંને અવકાશયાત્રીઓને ‘ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન’ (ISS) પર ફસાયેલા છોડી દેવાનો આરોપ લગાવતા ટ્રમ્પે કહ્યું હતું કે, ‘અમે તમને લેવા માટે આવી રહ્યા છીએ.’ નોંધનીય છે કે, સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરે જૂન, 2024માં 8 દિવસના અવકાશ મિશન પર ગયા હતા, પરંતુ બોઈંગ સ્ટારલાઈનરમાં ટેક્નિકલ ખામીના કારણે તેઓ પૃથ્વી પર પાછા ફરી શક્યા નહોતા.
બંને અવકાશયાત્રી 8 મહિનાથી અવકાશમાં ફસાયેલા હોવાથી ટ્રમ્પે એ બાબતે હળવી રમૂજ કરતાં કહ્યું હતું કે, ‘આશા છે કે તેઓ એકબીજાને પસંદ કરતા હશે, કદાચ તેઓ એકબીજાના પ્રેમમાં પણ પડી ગયા હોય!’ સ્પેસ સ્ટેશનમાં રહેતાં સુનિતા વિલિયમ્સના વાળ હવામાં ઊડતા હોય એવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. એ બાબતે ટિપ્પણી કરતાં ટ્રમ્પે કહ્યું હતું કે, ‘સુનીતાના વાળ સરસ, મજબૂત છે.’
ભારતીય મૂળની અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેમના સાથીદાર બૂચ વિલ્મર ગયા વર્ષે જૂનથી અવકાશમાં ફસાયેલા છે. આવી સ્થિતિમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ખાતરી આપી છે કે તેઓ અંતરિક્ષમાં ફસાયેલા એ અવકાશયાત્રીઓને સુરક્ષિત રીતે પરત લાવશે. પરંતુ આ દરમિયાન તેમણે સુનિતા વિલિયમ્સ વિશે એક વિચિત્ર નિવેદન આપ્યું. ટ્રમ્પે નાસાના અવકાશયાત્રીઓની સ્થિતિને લઈને એક પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. આ દરમિયાન તેણે સુનિતા વિલિયમ્સને વુમન વિથ વાઈલ્ડ હેર કહ્યા હતા.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે તેમણે એલોન મસ્કને અંતરિક્ષમાં ફસાયેલા બે અવકાશયાત્રીઓને પરત લાવવા માટે મદદ કરવા કહ્યું છે. તેમણે કહ્યું કે સ્પેસએક્સ ડ્રેગન અવકાશયાન ગયા વર્ષે સપ્ટેમ્બરથી સ્પેસ સ્ટેશન પર છે અને તે અવકાશયાત્રીઓને પરત લાવશે. ટ્રમ્પે કહ્યું કે મેં એક અઠવાડિયા પહેલા જ એલન મસ્કને કહ્યું હતું કે તેમને પરત લઈને આવે.