આ કાર્યક્રમમાં ધર્માચાર્ય શ્રી અખિલેશ્વર દાસજી મહારાજ, મણિનગર વિધાનસભાના માનનીય ધારાસભ્ય શ્રી અમૂલભાઈ ભટ્ટ, ભાજપ પ્રદેશના પૂર્વ કોષાધ્યક્ષ શ્રી ધર્મેન્દ્રભાઈ શાહ, અગ્રવાલ સેવા સમિતિના અધ્યક્ષ શ્રી વિનોદજી અગ્રવાલ, જીટીપીએલના ચીફ એડિટર શ્રી દેવાંગભાઈ ભટ્ટ, મંત્રી શ્રી રાજેશજી અગ્રવાલ, શ્રી અંજનીભાઈ અગ્રવાલ, સાબરમતી સવેરાના એડિટર શ્રી મુકેશભાઈ ઓઝા, સાબરમતી સવેરાના ચીફ એડિટર શ્રી મુકેશભાઈ અગ્રવાલ, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રસિદ્ધ ડિરેક્ટર-લેખક શ્રીમતી અર્ચનાજી ચૌહાણ, ગુજરાતી ફિલ્મ સ્ટાર શ્રી દેવભાઈ ઠક્કર, મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રીમતી જમનાબેન ડેગડા, શ્રી જ્યોર્જભાઈ, શ્રી વિજય સોલંકી (ઇએસઆઈસી બોર્ડ મેમ્બર, ભારત સરકાર), શ્રી અંજલિ કૌશિલ (ભાજપ મહિલા મોરચા મંત્રી), રેડક્રોસના ડિરેક્ટર શ્રી ભરતભાઈ પટેલ, રિટાયર્ડ મેજર શ્રી (ભારતીય સેના) આ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમના ભાગરૂપે ધ્વજારોહણ, વૃક્ષારોપણ, રેડક્રોસ સાથે મળીને રક્તદાન શિબિરનું આયોજન, સમાજ રત્ન એવોર્ડના વિજેતાઓનું સન્માન, પત્રકાર એવોર્ડ સમારોહ, સંસ્થાની 400 મહિલાઓને સાડી વિતરણ તથા ભોજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.



