ગાંધીનગર,
માણસામાં તારા નાથજી તરીકે ઓળખાતા મહિલા સાંસારિક મોહ-માયા માંથી સંન્યાસ લઈ ચૂક્યા છે, અને જૂનાગઢમાં મહામંડલેશ્વર સ્નેહલ નંદગીરીજી તરીકે ઓળખાય છે. તેઓ જણાવે છે કે, સાંસારિક મોહ માયા ભલે ત્યજી હોય, પરંતુ રાષ્ટ્ર પ્રત્યેની તેમની ફરજ અને જવાબદારી તેમને હંમેશા યાદ રહે છે. દેશ માટેની આ જ ફરજો માંથી એક એટલે ‘મતદાનની ફરજ’ છે. આ ફરજ પૂર્ણ કરવા તારા નાથજી જુનાગઢથી પોતાના વતન માણસા આવ્યા છે.

અને તેમણે મતદાન કરી રાષ્ટ્ર પ્રત્યેની પોતાની નૈતિક ફરજ પૂર્ણ કરી છે. સાથે જ તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, “મારા એક મતની કિંમત શું છે! તે હું સમજુ છું. અને એક મતથી આપણો દેશ કેટલી વિપદાઓ થકી બચી શકે છે તે પણ હું સારી રીતે જાણું છું એટલે જ આજે ઉત્સાહપૂર્વક મેં મતદાન કર્યું છે.”