શ્રી સંકટમોચન હનુમાન મંદિર, rancharda, અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની આત્માની શાંતિ માટે સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું.

સોશિયલ મીડિયા પર શેર કરો

શ્રી સંકટમોચન મહાવીર હનુમાન મંદિર રાંચરડા , અમદાવાદ ખાતે ભવ્ય સુન્દરકાંડના પાવન પઠન માટે ૧૦૦૦થી વધુ ભક્તો એકત્રિત થયા હતા.વિશેષ રૂપે આ સુંદરકાંડ સમારોહ વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે રાખવામાં આવ્યો હતો.


સમારોહ દરમિયાન “બાબા કા ભંડારા”નું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો. સાથે સાથે, “રામ રોટી સેવા રથ ૨”નું લોકાર્પણ પણ કરવામાં આવ્યું, જે જરૂરિયાતમંદો સુધી ભોજન પહોંચાડશે.
ભક્તિભાવથી ભરપૂર વાતાવરણમાં તમામે મળીને પવિત્ર સુન્દરકાંડનું પઠન કર્યું અને દિવંગત આત્માઓ માટે શાંતિની પ્રાર્થના કરી.


સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ભાવસભર રહ્યો. ભક્તો દ્વારા મળેલા સહયોગ અને સમર્પણ માટે મંદિર તરફથી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *