વાપી
વલસાડ જિલ્લાના વાપીમાં આવેલ GIDCની માઇક્રો એર્ગો કેમ કંપનીમાં વેલ્ડિંગ કરતી વખતે તણખા થવાથી અચાનક આગ લાગવાની ઘટના બની હતી જેથી કંપનીમાં રાખેલ ભંગારના માલને વેલ્ડિંગથી કટિંગ કરતી વખતે તણખલા ઝરતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. કંપનીમાં રાખેલ કેમિકલ ડ્રમોમાં આગ લાગતા ધૂમાડાના ગોટે ગોટા આકાશમાં દેખાવા લાગ્યા હતા. વાપીની કંપનીમાં લાગેલી આગથી અન્ય કંપની સંચાલકો માં ડર ફેલાયો હતો અને અફરાતફરી મચી ગઈ હતી.

આગની ઘટનાને લઇ ફાયરની બે ગાડીઓ તાતલ્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયર વિભાગ તથા પોલીસ તંત્ર ઘટના સ્થળે આવીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. જો કે, આ આગ લાગવાની ઘટનાથી કંપનીમાં ફાયર સેફટી ની વ્યવસ્થાઓ પર ગંભીર સવાલો પણ ઉઠ્યા છે.