વર્ષ 2020થી કોઈપણ ગેરરીતિ કે અવ્યવસ્થા ન સર્જાય તે માટે ‘પેપર બોક્સ ઓથેન્ટીકેશન એન્ડ ટ્રેકિંગ એપ્લિકેશન’ એટલે કે પાટા એપ્લિકેશન વિકસાવવામાં આવી

સોશિયલ મીડિયા પર શેર કરો

ગાંધીનગર,

27 ફેબ્રુઆરી થી સમગ્ર રાજ્યમાં ધોરણ 10 અને 12 ની જાહેર પરીક્ષાઓ શરૂ થઈ રહી છે આ પરીક્ષામાં કુલ ૧૪.૨૮ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે ત્યારે ધોરણ 10 ના 8.93 લાખ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 1.11,00,000 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના 4.24 લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષા સાથે જોડાઈ રહ્યા છે. આ વિદ્યાર્થીઓ નિર્ભય બની મુક્તપણે પરીક્ષા આપી શકે અને કોઈપણ ગેરરીતિ કે અવ્યવસ્થા ન સર્જાય તે માટે ‘પેપર બોક્સ ઓથેન્ટીકેશન એન્ડ ટ્રેકિંગ એપ્લિકેશન’ એટલે કે પાટા એપ્લિકેશન વિકસાવવામાં આવી છે. 

શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડીંડોર તથા શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ શરૂ થયેલ બોર્ડ પરીક્ષા માં ‘પાટા’ એપ્લિકેશનના માધ્યમથી થતી કામગીરી રાજ્યભરના પરીક્ષા કેન્દ્રો પર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ખાતેથી  વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળી હતી.

આવો જાણીએ પેપરબોક્સ ઓથેન્ટિકેશન એન્ડ ટ્રેકિંગ એપ્લિકેશન (PATA) એપ્લિકેશન-

બોર્ડની પરીક્ષા અંતર્ગત વ્યવસ્થાને વધુ ચુસ્ત બનાવવાના ઉદ્દેશથી બોર્ડ દ્વારા  વર્ષ ૨૦૨૦ થી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની પરીક્ષાના પ્રશ્નપત્રોના પાર્સલ અકબંધ હાલતમાં જાય છે. તેના વેરીફીકેશન માટે મોબાઈલ એપ્લીકેશન શરૂ કરવામાં આવી છે. જેના દ્વારા તમામ ઝોન પરથી અકબંધ

 હાલતમાં પેપર ના બોક્ષની રવાનગી થયેલ છે, તેની ખાતરી કરવામાં આવે છે. તેમજ ઝોન કક્ષાએથી બિલ્ડીંગ પર પહોંચતા પ્રશ્નપત્રના પાર્સલ અકબંધ હાલતમાં જાય છે, તેની ખાતરી થાય છે. અને પરીક્ષા બિલ્ડીંગમાં ખંડ નિરીક્ષકને આપવામાં આવતા પ્રશ્નપત્રના પેકેટ અકબંધ હાલતમાં છે તેની પણ ખાતરી થાય છે. આમ’ છેક વર્ગખંડ સુધી વિદ્યાર્થીના હાથમાં પ્રશ્નપત્ર સુરક્ષિત રીતે પહોંચાડવાની વ્યવસ્થાને સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. આ માટે પ્રશ્નપત્રોના પાર્સલના આઠ ફોટોગ્રાફ દરેક બિલ્ડીંગ ખાતેથી પરીક્ષા અગાઉ અપલોડ કરવામાં આવે છે. પરીક્ષા પૂર્ણ થયા બાદ આવી ગયેલ ઉત્તરવહીના પાર્સલોના ફોટોગ્રાફસ તેમજ હાજરી પણ બોર્ડની કચેરીને પરીક્ષા શરૂ થયા પહેલાં મળી જાય છે. જેનું જિલ્લા શિક્ષણાધિકારીશ્રી પણ મોનીટરીંગ કરી શકે છે. આમ, રાજય સરકારશ્રીની ઇચ્છા શકિતના પરિણામે, પરીક્ષા પારદર્શક રીતે અને ગેરરીતિ વિહિન થાય અને મહેનત કરનારને ન્યાય મળે તે દિશામાં એક અગત્યનું પગલું લીધેલ છે.

   આ એપ્લીકેશન દ્વારા પ્રથમ ઝોનલ દ્વારા પરીક્ષા સ્થળ ઉપર પ્રશ્નપત્રના બોક્ષ સરકારી પ્રતિનિધિ મારફતે સીલબંધ રવાનગી કર્યાના પુરાવારૂપે સરકારી પ્રતિનિધિને સીલબંધ બોક્ષ આપ્યાની વિગતો અપલોડ થાય છે.

સરકારી પ્રતિનિધિએ પરીક્ષા સ્થળ ઉપર પહોંચીને પ્રશ્નપત્રનું બોક્ષના ૬ સાઈડના (બાજુઓના) ફોટોગ્રાફસ, સ્થળ સંચાલક, વહીવટી સ્ટાફ, ખંડ નિરીક્ષકોની હાજરીમાં અપલોડ થાય છે.પ્રશ્નપત્રનું બોક્ષ અને સ્થળ સંચાલક, વહીવટી સ્ટાફ, ખંડ નિરીક્ષકોની અને સરકારી પ્રતિનિધિ તેમજ જો સ્કોડ હાજર હોય તો તેઓની હાજરી સાથેનો સમૂહ ફોટોગ્રાફ્સ અપલોડ થાય છે.

પ્રશ્નપત્રના બોક્ષ માંથી નિયત સમય પરીક્ષા ખંડમાં વિતરણ કરવાના પ્રશ્નપત્રના સીલબંધ પેકેટ પરીક્ષા ખંડમાં ખંડ નિરીક્ષકને સીલબંધ આપ્યા બદલની સહી અને આપ્યાનો સમય નોંધીને તે પત્રક સરકારી પ્રતિનિધિ અને સ્થળ સંચાલકની સહી સાથેનો ફોટોગ્રાફ્સ પાડીને અપલોડ થાય છે.

પરીક્ષા પૂર્ણ થયા બાદ હાજર પરીક્ષાર્થીઓની લખાયેલ જવાબવહીઓ સીલબંધ બ્લોક કવરમાં મૂકીને ખંડ નિરીક્ષકે કવરમાં મૂકાયેલ લખાયેલ ઉત્તરવહીઓની સંખ્યા દર્શાવીને માહિતીનો ફોટોગ્રાફ્સ અપલોડ થાય છે.પરીક્ષા પૂર્ણ થયા બાદ પરીક્ષા ખંડની લખાયેલી તમામ ઉત્તરવહીઓ કાપડની થેલીમાં સીલબંધ કરીને બોર્ડની સુચના અનુસાર સ્થળ સંચાલક, સરકારી પ્રતિનિધિ અને હાજર સ્કૉડની સહી સાથેના લખાયેલ જવાબવહીના પાર્સલના ૬ સાઈડના (બાજુઓના) ફોટોગ્રાફ્સ પાડીને અપલોડ થાય છે.

આમ પરીક્ષા પહેલાના અને પરીક્ષા પૂર્ણ થયા બાદના અપલોડ થયેલ તમામ ફોટોગ્રાફ્સ જે તે જિલ્લાના જિલ્લાશિક્ષણાધિકારી પોતાના મોબાઈલથી પણ મોનીટર થાય છે તેમજ બોર્ડ દ્વારા પણ મોનીટરીંગ થાય છે.  

પાટા પધ્ધતિ અમલીકરણથી થનારા ફાયદાઓ

– Paper box Authentication & Tracking Application  બોર્ડની જાહેર પરીક્ષાના પ્રશ્નપત્રના સીલબંધ બોક્ષ પહોંચ્યાનો સમય અને પરીક્ષા સ્થળ પરની માહિતી મળી રહે છે.

– ફોટોગ્રાફ્સના આધારે પ્રશ્નપત્રના બોક્ષ કેટલા વાગ્યે પરીક્ષા સમય પહોંચ્યા તે જાણી શકાય છે.

– ફોટોગ્રાફ્સના આધારે પ્રશ્નપત્રના બોક્ષ પરીક્ષા કેન્દ્રના કયા લોકેશન (જગ્યા) પર રાખવામાં આવેલ છે તે જાણી શકાય છે.

– ફોટોગ્રાફ્સના આધારે પ્રશ્નપત્રના બોક્ષ પરીક્ષા કેન્દ્ર પર સીલબંધ પહોંચ્યુ છે કે નહીં તે જાણી શકાય છે.

– પરીક્ષા ખંડમાં પ્રશ્નપત્રના પેકેટ સીલબંધ અને સમયસર મળ્યા છે કે નહી તે જાણી શકાય છે.

– પરીક્ષા પૂર્ણ થયા બાદ હાજર પરીક્ષાર્થીઓની લખાયેલ જવાબવહીઓ સીલબંધ બ્લોક કવરમાં તેમજ તે કયા સમયે મૂકાયેલ છે કે તે જાણી શકાય છે.

– અને સૌથી મોટો ફાયદો ગેરમાર્ગે દોરનાર અફવાઓનું નિવારણ થાય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *