વડોદરામાં રસ્તો ઓળંગી રહેલ પુરુષને કાર ચાલકે અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત

સોશિયલ મીડિયા પર શેર કરો

વડોદરા 

વડોદરાના તરસાલી હાઈવે ઉપર રસ્તો ક્રોસ કરતાં એક પુરુષ ને કાર ચાલકે અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.

કપૂરાઈ પોલીસ ટીમના જવાનોને 12 એપ્રિલ શનિવારની રાત્રે કંટ્રોલ તરફથી માહિતી મળી હતી કે, તરસાલી હાઈવે પરની નિર્મલ હોટલ સામે સુરત તરફ જતા માર્ગ ઉપર રસ્તો ક્રોસ કરતા વ્યક્તિને એક કાર ચાલક અડફેટે લઈ ત્યાંથી ફરાર થઈ ગયો છે . 

પોલીસ ઘટના સ્થળે જઈ ને તપાસ કરતાં 50 વર્ષીય પુરુષ ગંભીર હાલત માં જોવા મડયો હતો.પોલીસ એ ઘટના સ્થળ પર 108 એમ્બ્યુલનસ બોલાવી હતી જેના તબીબે તે પુરુષ ને મૃત જાહેર કર્યો હતો અને પોલીસ એ તેના પરિવારજનો ની શોધખોળ શરૂ કરી છે.

કપૂરાઈ પોલીસ એ અજાણ્યા કારચાલક સામે ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી કરવા માટે તેની શોધખોળ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *