વડોદરામાં ફોરેસ્ટ ગાર્ડનના લોકાર્પણ પ્રસંગે અવગણના થતા કોંગ્રેસના મહિલા કોર્પોરેટર થયા ગુસ્સે 

સોશિયલ મીડિયા પર શેર કરો

વડોદરા,

વિશ્વ પર્યાવરણ દિને વડોદરામાં વોર્ડ નં-16માં પાલિકા દ્વારા ફોરેસ્ટ ગાર્ડનનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. વોર્ડમાં બે કોર્પોરેટર ભાજપના અને બે કોર્પોરેટર કોંગ્રેસના છે. કાર્યક્રમ સમયે કોંગ્રેસના કોર્પોરેટર અલકાબેન પટેલને આવવામાં 15 મિનિટ જેટલું મોડું થયું હતું. કાર્યક્રમમાં તેમની વાટ નહીં જોવાતા અને કાર્યક્રમ સમયે તેમને છેલ્લે ઉભા રાખવામાં આવતા તેઓ રોષે ભરાયા હતા.

કોંગ્રેસના કોર્પોરેટર અલકાબેન પટેલે મીડિયાને જણાવ્યું કે, જ્યારે અહિંયા કશું ન્હતું, ત્યારે હું અને ભથ્થુભાઇ અમે ગાર્ડન લાવ્યા, અમે સ્વખર્ચે બધુ તૈયાર કર્યું છે. આ ગાર્ડમાં ખાતમુહૂર્ત, વૃક્ષારોપણ કરવામાં આવ્યું ત્યારે અમને છેલ્લે મોકલી દેવામાં આવે છે. તેઓ આજે અહિંયા વૃક્ષારોપણના દિવસે આવ્યા છે. અમે અહિંયા અઠવાડીયે-પંદર દિવસે આવતા હોઇએ છીએ. આ ગાર્ડન તૈયાર થતું હતું ત્યારે અમે નિયમિત વિઝીત લેતા હતા. છતાં આજે અમને પુછવામાં આવતું નથી. અમે આવ્યા તે પહેલા જ કાર્યક્રમ અડધો પૂર્ણ કરી દીધો હતો. આવું ના હોય, વિરોધ પક્ષની વાટ જોવાની હોય. દર વખતે તેઓ આવું કરે છે. જ્યારે વોર્ડ નં – 16 માં કાર્યક્રમ હોય ત્યારે અમે વહેલા આવીએ તો તેઓ કલાક મોડા આવે છે, અને અમે 10 મિનિટ મોડા આવીએ તો તેઓ કાર્યક્રમ ચાલુ કરી દે છે. અમને પુછવામાં નથી આવતું, વોર્ડના કોર્પોરેટરોની અવગણના કરવામાં આવી છે.

તેમણે કહ્યું કે, 8 વર્ષથી આ બાગ માટે અમે કામ કરી રહ્યા છીએ. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના કોર્પોરેટરોને આગળ કરવા જોઇએ. અમને પાછળ ધકેલ્યા તે વાત ના ચલાવી લેવાય. કાર્યક્રમમાં વડોદરાના મેયર પિન્કીબેન સોની, વિધાનસભા મુખ્ય દંડક બાળુ શુક્લ, સ્થાનિક ધારાસભ્ય મનીષાબેન વકીલ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા ત્યારે જ બબાલ થઈ હતી.

અલકાબેન પટેલે જણાવ્યું કે, જ્યારે અહિંયા કશું ન હતું, ત્યારે હું અને ભથ્થુભાઇ ગાર્ડન લાવ્યા, અમે સ્વખર્ચે બધુ તૈયાર કર્યું છે. ગાર્ડનમાં ખાતમુહૂર્ત, વૃક્ષારોપણ કરવામાં આવ્યું ત્યારે અમને છેલ્લે મોકલી દેવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *