વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિ.ના પૂર્વ વીસી વિજયકુમાર શ્રીવાસ્તવે આખરે યુનિ.ના સત્તાવાર બંગલો ખાલી કર્યો 

સોશિયલ મીડિયા પર શેર કરો

વડોદરા,

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિ.ના પૂર્વ વીસી વિજયકુમાર શ્રીવાસ્તવે રાજીનામું આપ્યા બાદ તેઓ યુનિ.ના સત્તાવાર બંગલો ખાલી કર્યો ન હતો, જે બાબતે વિદ્યાર્થીઓ દ્વારા ભારે વિરોધ પણ કરવામાં આવ્યો હતો. લગાતાર વિરોધ બાદ હવે આખરે પૂર્વ વીસીએ બંગલો ખાલી કરી દીધો છે. જો કે હવે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, પૂર્વ વીસીએ વિદેશ પ્રવાસ પાછળ યુનિ.ના રૂ. 21 લાખનો ખર્ચ કર્યો હતો. તે સહિત લાખો રૂપિયાનો ખર્ચ તેમની પાસેથી વસુલવા માટેની લોકમાંગ ઉઠવા પામી છે.

વર્ષ 2022 થી 2024 સુધીમાં યુનિ.ના પૂર્વ વીસી વિજય કુમાર શ્રીવાસ્તવે યુનિ.ના ખર્ચે નેપાળ, જાપાન, યુકે, ફ્રાન્સ, યુએઇ અને સ્પેઇનની મુલાકાત લીધી હતી. જેની પાછળ યુનિ.ના રૂ. 21 લાખ ખર્ચાયા છે. જે આરટીઆઇમાં સામે આવવા પામ્યું છે. મહત્વનું છે કે, લાયકાત નહીં હોવાથી પૂર્વ વીસીએ કોર્ટમાં સુનવણી દરમિયાન રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદથી તેઓ યુનિ.ના સત્તાવાર બંગલે ચીટકી રહ્યા હતા. જે બાદ યુનિ.ના વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર વિરોધ કરીને તેમને કાઢવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા. ત્યારે બાદ આખરે તેમણે સાંજે સત્તાવાર બંગલો ખાલી કરી દીધો હતો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *