નવી દિલ્હી/મોસ્કો,
રશિયાએ 9 મેના રોજ વિજય દિવસ પરેડ કાર્યક્રમ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું હતુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રશિયા પ્રવાસ રદ થયો છે. તેઓ નવ મેના રોજ મોસ્કોમાં યોજાનારી વિક્ટ્રી પરેડમાં સામેલ થશે નહીં. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના પ્રેસ સરિવ દિમિત્રી પેસ્કોવે આ અંગે માહિતી આપી હતી. રશિયાએ બીજા વિશ્વયુદ્ધમાં જર્મની પર વિજયની 80મી વર્ષગાંઠ નિમિત્તે 9 મેના રોજ યોજાનાર ઉજવણીમાં હાજરી આપવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
પીએમ મોદીનો રશિયા પ્રવાસ રદ થવા પાછળનું કારણ જાણવા મળ્યુ નથી. પીએમઓ તરફથી સત્તાવાર કોઈ કારણ આપવામાં આવ્યું નથી. જો કે, પહલગામ પર આતંકી હુમલા બાદ વર્તમાન સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાની શક્યતા છે દ્વિતિય વિશ્વયુદ્ધમાં જર્મની સામે રશિયાની જીતની 80મી વર્ષગાંઠના અવસર પર નવ મેના રોજ યોજાનારી વિજય દિવસ પરેડમાં સામેલ થવા પીએમ મોદીને આમંત્રણ મળ્યુ હતું. પરંતુ તેઓ આ પરેડમાં ઉપસ્થિત થશે નહીં.