રૂ. 1.62 કરોડની કિંમતના દારૂનો નિકાલ કરવામાં આવ્યો, સંબંધિત પોલીસ મથકના PI અને PSI તથા પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા

સોશિયલ મીડિયા પર શેર કરો

વડોદરા,

વડોદરા શહેરના ઝોન – 1 માં આવતા 7 પોલીસ મથકોમાં પ્રોહીબીશનની વિવિધ કાર્યવાહી અંતર્ગત પકડવામાં આવેલા દારૂનો નિકાલ કરવામાં આવ્યો

વડોદરા શહેરમાં પોલીસના ઝોન – 1 માં 7 પોલીસ મથક આવે છે. તેમાં જવાહરનગર, લક્ષ્મીપુરા, સયાજીગંજ, નંદેસરી, ગોરવા, છાણી અને ફતેગંજ પોલીસ મથકનો સમાવેશ થાય છે. આ સાત પોલીસ મથકોમાં પ્રોહીબીશનની વિવિધ કાર્યવાહી અંતર્ગત પકડવામાં આવેલા રૂ. 1.62 કરોડની કિંમતના દારૂનો નિકાલ કરવામાં આવ્યો છે. તમામ દારૂના ટીન-બોટલોનો સ્થળ પર બુલડોઝર ફેરવીને નિકાલ કરવામાં આવ્યો છે. કોર્ટની જરૂરી મંજૂરી મેળવ્યા બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી સમયે સંબંધિત પોલીસ મથકના PI અને PSI તથા પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ પોલીસ મથક દ્વારા વિવિધ પ્રોહીબીશન સંબંધિત કાર્યવાહીમાં જપ્ત કરવામાં આવેલા દારૂનો આંક 90,118 જેટલો થવા પામે છે. અને તેની કિંમત રૂ. 1.62 કરોડ આંકવામાં આવે છે. આજરોજ પોલીસ દ્વારા તમામ મુદ્દામાલનો નિકાલ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે.

વડોદરા શહેરના જવાહરનગર પોલીસ મથક વિસ્તારમાં રૂ. 1.62 કરોડની કિંમતની દારૂની બોટલ-ટીનનો નિકાલ કરવામાં આવ્યો છે, આ નિકાલ કરવાના કામ માં પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલી શંકાસ્પદ સીરપનો પણ નિકાલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સિરપ અગાઉ નંદેસરી અને જવાહરનગર પોલીસ મથકમાંથી પકડી પાડવામાં આવી હતી. જે શંકાસ્પદ આયુર્વેદિક સિરપ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આ તમામ ગેરકાયદેસર પદાર્થો પર સરકારી બુલ્ડોઝર ફરી વળ્યું છે. આટલી મોટી કાર્યવાહી ટાણે ડીસીપી ઝોન – 1 જુલી કોઠીયા, એસીપી એ અને બી ડિવીઝન, સંબંધિત પોલીસ મથકના તમામ પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર હાજર રહ્યા હતા. આ સાથે નશાબંધી વિભાગનો સ્ટાફ પણ હાજર રહ્યો હતો. કોર્ટમાંથી જરૂરી મંજુરી કર્યા બાદ દારૂના મુદ્દામાલનો તે રાહે નિકાલ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં દારૂબંધી છે. અને તેની અમલવારી માટે પોલીસ દિવસ-રાત મહેનત કરીને પ્રોહીબીશનના કેસો પકડી પાડતી હોય છે. જેનો અંદાજો ઉપરોક્ત કાર્યવાહી પરથી લગાડી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *