રાજકોટમાં મચ્છરના ઉપદ્રવમાં વધારો થતા આરોગ્ય વિભાગ દ્વારા 550થી વધુ સ્થળે તપાસ 

સોશિયલ મીડિયા પર શેર કરો

અમરેલી

રાજકોટ શહેરમાં મચ્છરના ઉપદ્રવમાં વધારો થયો છે. શહેરના 1164થી વધુ સ્થળોએ તંત્રની દ્વારા ચકાસણી કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા 550થી વધુ સ્થળે તપાસ કરી નોટિસ આપવામાં આવી છે. શહેરમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયાના મચ્છરના નાશ માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. મનપા દ્વારા ફોગિંગ અને પોરા નાશક કામગીરી કરવામાં આવી રહી છે. મકાનો, કોમર્શિયલ કોમ્પલેક્ષમાં તંત્રનું ચેકિંગ કરી મચ્છર ઉત્પતિ અંગે બેદરકારી દાખવવા બદલ નોટિસ આપવામાં આવી છે.

શહેરમાં મચ્છરનો ઉપદ્રવ વધતા મનપા દ્વારા ફોગિંગ અને પોરા નાશક કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરમાં વરસાદી પાણી ભરવાના કેન્દ્રો બાંધકામ સાઈડ, રહેણાંક મકાનો અને કોમર્શિયલ કોમ્પ્લેક્સ ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના મચ્છરની નાબૂદી માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. મચ્છર ઉત્પતિ અંગે બેદરકારી દાખવવા બદલ એકમોને નોટિસ ફટકારવામાં આવી છે. 1164 થી વધુ સ્થળોએ ચકાસણી કરવામાં આવી છે.

આરએમસી દ્વારા શહેરમાં રોગચાળો વધતો અટકાવવા કામગીરી કરવામાં આવી રહી છે. મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં તપાસ કરી કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના 550 થી વધુ સ્થળે નોટિસ અને મચ્છર નાશક કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરમાં મચ્છરની ઉત્પતિ થતા રોગચાળામાં વધારો થઈ રહ્યો છે. મકાનો, કોમર્શિયલ કોમ્પલેક્ષમાં તંત્રનું ચેકિંગ કરી મચ્છર ઉત્પતિ અંગે બેદરકારી દાખવવા બદલ નોટિસ આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *