હાલની પરિસ્થિતિમાં ઇઝરાયલ-હમાસ અને રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે હવે ચીન દ્વારા તાઇવાનને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો જેમાં તાઇવાને મંગળવારે કહ્યું કે 59 ચીની વિમાનો તેના ટાપુની નજીક આવી પહોંચ્યા છે. ગયા વર્ષે ઓક્ટોબર પછી આ પહેલી વાર બન્યું છે કે જ્યારે ચીને તાઇવાન તરફ આટલી મોટી સંખ્યામાં વિમાન મોકલ્યા હોય.
આ ઘટના તાઇવાનના રાષ્ટ્રપતિ લાઇ ચિંગ-તેએ તરફથી વિદેશી શત્રુતાપૂર્ણ તાકાત કહ્યા બાદ બની હતી. ચીનનો દાવો છે કે તાઇવાન તેનો ભાગ છે અને તે દ્વિપને પોતાના નિયંત્રણમાં લેશે, ભલે પછી તે માટે બળપ્રયોગ કરવો પડે.
જો કે, તાઇવાનની સુરક્ષા અને મનોબળ નબળું પાડવાની આશામાં ચીન દરરોજ આવા મિશન શરૂ કરવાનું ચાલુ રાખે છે. જોકે ટાપુના 23 મિલિયન લોકોમાંથી મોટાભાગના લોકો તાઇવાન પર ચીનના સાર્વભૌમત્વના દાવાને નકારે છે. આટલી મોટી સંખ્યામાં વિમાન મોકલવા પાછળનું કારણ શું હતું તે સ્પષ્ટ નથી.