નવી દિલ્હી,
ભારત સરકારે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ કડક કાર્યવાહી કરી છે. ભારતે પાકિસ્તાન સામે ડિજિટલ સ્ટ્રાઈક કરી છે. ગૃહ મંત્રાલયની ભલામણો બાદ હવે ભારત સરકારે પાકિસ્તાનની ઘણી યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂકી દીધો છે. દેશની સુરક્ષાને ધ્યાને રાખીને ભારત સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રતિબંધ મૂકવામાં આવેલ ચેનલોમાં ભૂતપૂર્વ ક્રિકેટર શોએબ અખ્તર, આરઝૂ કાઝમી અને સૈયદ મુઝમ્મિલ શાહ જેવા ઘણા મોટા યુટ્યુબ ચેનલોનો પણ સમાવેશ થાય છે. આ સાથે, ભારતમાં ઘણા મોટા મીડિયા હાઉસની યુટ્યુબ ચેનલો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ભારત દેશની સુરક્ષાને ધ્યાને રાખીને સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. પાકિસ્તાન વિરૂદ્ધ ભારત મોટી કાર્યવાહીની તૈયારીઓ કરી રહ્યું છે. આ વચ્ચે આતંકી હુમલાની ઘટના બાદ ભારત દ્વારા પહેલી મોટી ડિજિટલ સ્ટ્રાઇક કરવામાં આવી છે. આ ન્યુઝ અને યુટ્યુબ ચેનલોમાં ડોન ન્યૂઝ, તમા ટીવી અને આર્ય ન્યૂઝનો પણ સમાવેશ થતો હોવાનું જાણવા મળી રહ્યું છે.