માલે,
માલદીવના રાષ્ટ્ર પ્રમુખ મોહમ્મદ મુઇજ્જુએ સતત કુલ 14 કલાક અને 54 મિનિટ સુધી પ્રેસ કોન્ફરન્સ કરીને એક અનોખો રેકોર્ડ બનાવવાનો દાવો કર્યો છે. 46 વર્ષના રાષ્ટ્ર પ્રમુખ મુઇજ્જુએ શનિવારે સવારે 10 વાગ્યા (સ્થાનિક સમય) થી મેરાથન પ્રેસ કોન્ફરન્સની શરૂઆત કરી હતી. જોકે, તેમણે આ દરમિયાન નમાઝ પઢવા માટેનો સમય લીધો હતો.
આ પહેલાં ઓક્ટોબર 2019માં યુક્રેનના રાષ્ટ્રીય રેકોર્ડ એજન્સીએ દાવો કર્યો હતો કે, ઝેલેન્સ્કીએ 14 કલાકની પ્રેસ કોન્ફરન્સે બેલારૂસી રાષ્ટ્ર પ્રમુખ અલેક્ઝેન્ડર લુકાશેંકો દ્વારા બનાવવામાં આવેલાં સાત કલાકથી વધુના પ્રેસ કોન્ફર્નસનો રેકોર્ડ તોડી દીધો છે.
આ પ્રેસ કોન્ફરન્સમાં આશરે બે ડઝન પત્રકાર તેમાં સામેલ થયાં હતાં, આ પત્રકારો માટે ખાવા-પીવાી વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. નોંધનીય છે કે, મોઇજ્જુએ સત્તા મેળવવા માટે ભારત વિરોધી ‘ઇન્ડિયા આઉટ’ નામનું કેમ્પેઇન ચલાવ્યું હતું. જોકે, આ વિશે તેમને સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, ભારત સાથે માલદીવે કરાર કર્યા છે અને તેમાં કોઈ ચિંતાની વાત નથી.’
મુઇજ્જુના આ નિવેદનથી માલદીવના વિપક્ષે વિરોધ શરૂ કર્યો છે. તેઓ મોઇજ્જુ પાસે માફીની માંગ કરી રહ્યા છે. માલદીવના પૂર્વ વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહિદે શનિવારે રાષ્ટ્ર પ્રમુખ મોહમ્મદ મુઇજ્જુની ભારત પર આપવામાં આવેલા નિવેદનની ટીકા કરતા કહ્યું કે, મોહમ્મદ મુઇજ્જુ સતત એન્ટી-ઈન્ડિયા કેમ્પેઇન ચલાવી રહ્યાં હતા, ભારત સામે લોકોની ભાવના ભડકાવી અને જનતાને ગુમરાહ કરી હતી. મોહમ્મદ મુઇજ્જુએ ભારત અને માલદીવ બંને દેશોના લોકોની માફી માંગવી જોઈએ. કારણ કે, તેમના કેમ્પેઇનમાં બંને દેશો સાથેના સંબંધને નુકસાન પહોંચાડ્યું છે. મોહમ્મદ મુઇજ્જુએ 2023ની ચૂંટણીમાં સતત ઢોલ પીટ્યો હતો કે, ભારત સાથે થયેલાં કરારથી માલદીવની અખંડતા અને સંપ્રભુતાને નુકસાન પહોંચાડ્યું છે.