અમદાવાદ,
ભારત સરકારના યુવા બાબતો અને ખેલ મંત્રાલય અંતર્ગત મેરા યુવા ભારત – જિલ્લા યુવા અધિકારીની કચેરી, નહેરૂ યુવા કેન્દ્ર, અમદાવાદ દ્વારા જામનગરથી કાર્યક્રમમાં ભાગ લેવા આવેલ યુવાનોને અમદાવાદની કલા,સંસ્કૃતિ, શિક્ષણ , ખાન-પાન, વિકાસ અને અન્ય અનેક મુદ્દાઓ વિશે અનુભવ આધારિત શિક્ષણ આપવાના હેતુથી જિલ્લા યુવા અધિકારી શ્રી પ્રિતેશ કુમાર ઝવેરીના નેતૃત્વમાં યુવક વિકાસ ટ્રસ્ટ ભવનના સભાખંડમાં તા. 19.03.2025થી 23.03.2025 સુધી ચાલનારા પાંચ દિવસીય રહેણાંક શિબિરનો ઉદ્ઘાટન સમારોહ અમદાવાદના લોકલાડીલા મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈનના અધ્યક્ષસ્થાને યોજવામા આવ્યો.
આ કાર્યક્રમના મુખ્ય અતિથિ અમદાવાદ મેયરશ્રી તથા વિશેષ અતિથિરૂપે પધારેલ યુવક વિકાસ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ મંદાબેન પરીખ તથા કાર્યક્રમ આયોજક પ્રિતેશ કુમાર ઝવેરી, જિલ્લા યુવા અધિકારી અમદાવાદ દ્વારા કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રાગટ્ય કરી, જામનગર જિલ્લાથી કાર્યક્રમમાં ભાગ લેવા આવેલ યુવાનોનું વિધિવત સ્વાગત કર્યુ હતું.

આ કાર્યક્રમ વિશે વિસ્તૃત જાણકારી આપતા જિલ્લા યુવા અધિકારી એ જણાવ્યું હતું કે, પાંચ દિવસીય આંતર જિલ્લા યુવા આદાન પ્રદાન કાર્યક્રમ શિબિરમાં જામનગરના પ્રતિભાગી યુવાનોને અમદાવાદ જિલ્લાની સંસ્કૃતિ, વારસો, રહેણી કરણી, ખાન-પાન, શિક્ષણ, ઉદ્યોગ, તથા વિકાસ જેવા વિષય અનુભવ આધારિત શિક્ષણ જેમાં ગાંધી આશ્રમ જેવા ઐતિહાસિક સ્થળોની શૈક્ષણિક મુલાકાતથી માંડી સાબરમતી રિવર ફ્રન્ટ, અટલ બ્રિજ, કાંકરિયા તળાવ તથા ઝૂ, સાયન્સ સિટી, અમૂલ ફેડ ડેરી, તથા ગુજરાત વિધાપીઠ જેવા મહત્વ પુર્ણ સ્થળોની શૈક્ષણિક તથા અનુભવ આધારિત મુલાકાતો કરાવવામાં આવશે ત્યાંજ વિવિધ શૈક્ષણિક સેશન, વિવિધ પ્રતિયોગિતાઓ, તથા સ્વછતા હી સેવા તથા સામૂહિક યોગાભ્યાસ તેમજ સ્થાનીય રમત ગમત ગતિવિધીઓ દ્વારા પ્રતિભાગી યુવાનોને અમદાવાદ જિલ્લાના વિવિધ આયામોથી રૂબરૂ કરવામાં આવશે.
મુખ્ય અતિથિ અમદાવાદ મેયરશ્રી દ્વારા પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ સફળ કાર્યક્રમો, અભિયાનો તથા અગામી પ્રોજેક્ટ્સ અને તેમાં યુવાનોની ભૂમિકા પર પ્રતિભાગી યુવાનોને માહિતગાર કરી યુવાનોને માર્ગદર્શિત કર્યા ત્યાંજ યુવક વિકાસ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ મંદાબેન પરીખ દ્વારા પણ યુવક વિકાસ ટ્રસ્ટ દ્વારા યુવાનો માટે ચલાવવામાં આવતા વિવિધ અભિયાનો- કાર્યક્રમો વિશે માહિતગાર કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે કાર્યક્રમનું મંચ સંચાલન યુવક વિકાસ ટ્રસ્ટના વરિષ્ઠ કાર્યક્રમ અધિકારી વિક્રમસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું તથા કાર્યક્રમમાં યુવક વિકાસ ટ્રસ્ટ તરફથી હિસાબનીશ પ્રકાશ શાહ અને અન્ય પદાધિકારીગણ સમેત નેહરુ યુવા કેન્દ્ર સ્ટાફ ગણ તથા યુવા કાર્યકરોએ મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.