મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની લાયન્સ ક્લબના આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ સાથે ગાંધીનગરમાં બેઠક

સોશિયલ મીડિયા પર શેર કરો

ગાંધીનગર,

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના પ્રતિનિધિઓએ ગાંધીનગરમાં મુલાકાત લીધી હતી. 

મુખ્યમંત્રીશ્રીએ આ મુલાકાત-બેઠકમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છતાથી લઈને સેમિકન્ડક્ટર સહિતના ક્ષેત્રોના વિકાસને પ્રાથમિકતા આપી છે. તેના પરિણામે દેશ વિકાસના નિતનવા શિખરો સર કરી રહ્યો છે. 

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સકારાત્મક નેતૃત્વના પરિણામે ભારતની ગ્લોબલ ઇમેજમાં વધારો થયો છે. તેમણે ‘વસુધૈવ કુટુમ્બકમ’ અને ‘સૌના સાથ સૌના વિકાસ’ની જે રાજનીતિ આપી છે તેનાથી વિશ્વના દેશોમાં ભારત પ્રત્યેનો વિશ્વાસ વધ્યો છે.  

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે લાયન્સ ક્લબની વિશ્વભરના દેશોમાં સેવાભાવી સંસ્થા તરીકે ઉપસ્થિતિની પ્રસંશા કરી હતી અને વિકાસલક્ષી કાર્યોમાં સંસ્થાને રાજ્ય સરકારના યોગ્ય સહયોગની પણ ખાતરી આપી હતી. 

મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીએ શરૂ કરાવેલા અભિયાનોથી આવી રહેલા પરિવર્તનની પણ ભૂમિકા આપી હતી અને લાયન્સ ક્લબ દ્વારા સરકારના અભિયાનોમાં સક્રિય ભાગીદારીની પણ સરાહના કરી હતી. 

આ પ્રસંગે લાયન્સ ક્લબના ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ શ્રી એ. પી. સિંઘ તથા અન્ય હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *