મહેસાણા એલસીબી પોલીસની ટીમે નકલી પનીર માફિયાને ઝડપી પાડયો

સોશિયલ મીડિયા પર શેર કરો

મહેસાણા/ગાંધીનગર,

મહેસાણા જિલ્લાનાં વિજાપુર પાસે હિંમતનગર હાઇવે પર ડીવાઇન ફૂડ નામની એક ફેક્ટરી (આવેલી છે, જ્યાં શંકાસ્પદ ભેળસેળયુક્ત નકલી પનીર બનાવી લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરાતા હોવાની માહિતી મળતા વિવિધ ખાનગી ન્યૂઝ ચેનલનાં પત્રકારો ત્યાં પહોંચ્યા હતા અને કવરેજ કરી રહ્યા હતા. દરમિયાન, ફેક્ટરીનાં માલિક દિનેશ પટેલને નકલી પનીર અંગે સવાલ કરતા તે ઉશ્કેરાયા હતા અને પત્રકારો પર હુમલો કર્યો હતો. એક પત્રકારને બચકાં ભરી કેમેરામેનનાં કેમેરા અને માઈક પણ તોડી નાખ્યા હતા. આ મામલે વિજાપુર પોલીસ સ્ટેએશનમાં ફેક્ટરી માલિક દિનેશ પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે.

મહેસાણાના વિજાપુરનો નકલી પનીર માફિયા ઝડપાયો હતો જેમાં પોલીસે આરોપી દિનેશ પટેલને ગાંધીનગરમાંથી પકડી પાડ્યો હતો. મહેસાણા એલસીબી ટીમ અને વિજાપુર પોલીસની સંયુક્ત કામગીરી સામે આવી છે. ત્યારે વિજાપુરમાંથી શંકાસ્પદ નકલી પનીર ઝડપાયુ હતુ. હુમલા બાદ આરોપી દિનેશ પટેલ ફરાર થયો હતો.

મહેસાણામાં પત્રકાર હુમલા મામલે મોટા સમાચાર આવ્યા છે. વિજાપુરમાં શંકાસ્પદ નકલી પનીર પકડવા મામલે ફેક્ટરી માલિક દ્વારા પત્રકારો પર હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે LCB પોલીસને તપાસ સોંપાઈ છે. LCB પોલીસની 3 ટીમ આ કેસમાં તપાસ કરશે. પત્રકાર પર હુમલો કરતા ફેક્ટરી સંચાલકો કેમેરામાં કેદ થયા હતા. આ અંગે વિજાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *