મહીસાગર નદીમા બ્રિજ ઉપરથી હત્યા કરી નીચે ફેંકી દીધો હોય તે હાલતમાં યુવાન નો મૃતદેહ મળ્યો 

સોશિયલ મીડિયા પર શેર કરો

વડોદરા,

વહેલી સવારના સમયે વડોદરા ગ્રામ્યમાં આવતા ડેસર તાલુકાના શિહોરાથી ડાકોર જવા ના રસ્તે શિહોરા રાણીયા ને જોડતા મહીસાગર નદી મા બ્રિજ ઉપરથી હત્યા કરી નીચે ફેંકી દીધો હોય તે હાલતમાં યુવાન નો મૃતદેહ નદીમાં મળી આવ્યો હતો. 

આ મામલે સૂત્રો થકી મળતી પ્રાથમિક માહિતી મુજબ, ડેસર તાલુકાના નવાશિહોરા પ્રાથમિક શાળાની પાછળના ભાગે રહેતા ધનાભાઈ જાયાભાઈ ચુનારા ના ચાર સંતાનો પૈકી મોટો દીકરો દિનેશભાઈ ચુનારા ( ઉં. વ. ૩૩) ની 16 માર્ચના રોજ વહેલી સવારે કોઈ કારણોસર અજાણ્યા હત્યારાઓ દ્વારા તેની હત્યા કરાઈ હતી. હત્યા કરીને દિનેશના મૃતદેહ ને સગે વગે કરવા માટે શિહોરા થી રાણીયા જવાના માર્ગે મહીસાગર નદીના બ્રિજ ઉપરથી તેનો મૃતદેહ નદીમાં નાખી દેવામાં આવ્યો હતો. તેની મોટરસાયકલ પણ પુલ ઉપરથી મળી આવી હતી. ઘટનાની જાણ વાયુવેગે શિહોરા પંથકમાં ફેલાતા નવાશિહોરા સહિત આસપાસના ગામો ના ગ્રામજનો સવાર સવારમાં મહીસાગર નદી ના પુલ ઉપર નદીમાં પડેલો મૃતદેહ નજરે નિહાળવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

મૃતદેહ મળ્યાની જાણ થતાજ ડેસર પોલીસ અધિકારીઓ તાત્કાલિક ધોરણે મહીસાગર બ્રિજ ઉપર પહોંચ્યા હતા પણ મહીસાગર નદી વડોદરા અને ખેડા જિલ્લાની બંને હદ આવેલી છે, દિનેશ ચુનારા નો મુતદેહ ખેડા જિલ્લાની હદમાં હોવાથી ડાકોર પોલીસે તપાસ હાથમાં લઇ કામગીરી શરૂ કરી હતી. દિનેશ ચુનારા નો મહીસાગર નદીના બ્રિજ ઉપર દિનેશના મૃતદેહને નદીમાં નાખતી વેળાએ તેને બ્રિજ ઉપર દુર થી ઢસેડી લાવવામાં આવ્યો હતો. લોહીના ડાઘા બ્રિજ ઉપર પાટા સ્વરૂપે જોવા મળ્યા હતા. પોલીસે લોહીના ડાઘા વાળી જગ્યા ને કોર્ડન કરી ઠેર ઠેર પથ્થર મૂકી દેવામાં આવ્યા હતા. અને ડાકોર પોલીસ દિનેશ ચુનારા ના ઘરે તપાસમાં પહોંચી હતી. તેની માતા ચંપાબેન ચુનારા અને નાનો ભાઈ સંજય ચુનારા ને તપાસ અર્થે પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. દિનેશ ની હત્યા કોણે કરી ? કેમ કરી ? તે પોલીસ તપાસનો વિષય બન્યો હતો. દિનેશ ચુનારા ના પિતા ધનાભાઈ ચુનારા ગોધરા એસટી ડેપોમાં ફરજ બજાવતા હતા બે વર્ષ પહેલા તેમનું મોત નીપજયું હતું. મૃતક દિનેશ ની માતા ચંપાબેન ની ફરીયાદ ને આધારે ડાકોર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *