મધ્યપ્રદેશના ભીંડ જિલ્લામાં ડમ્પર અને પીકઅપ વાન વચ્ચેની અથડામણમાં 5 લોકોના મોત; 12 ઘાયલ 

સોશિયલ મીડિયા પર શેર કરો

ભીંડ,

મધ્યપ્રદેશના ભીંડ જિલ્લામાં એક ભયંકર અકસ્માત થયો હતો જેમાં ડમ્પર અને પીકઅપ વાન વચ્ચેની અથડામણમાં પાંચ લોકોના કરૂણ મોત થયા હતા અને 12 લોકો ઘાયલ થયા હતા. 

આ અકસ્માત મામલે ભીંડ જિલ્લાના એસપી અસિત યાદવે જણાવ્યું હતું કે ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય બે લોકોના મોત સારવાર દરમિયાન થયા હતા. તેમણે કહ્યું કે ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ રસ્તો બ્લોક કરી દીધો હતો. એસપીએ કહ્યું કે તેઓ અન્ય અધિકારીઓ સાથે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. બનાવને અંજામ આપ્યા બાદ ડમ્પર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

આ અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળ પર પહોંચી અને ઘાયલોને એમ્બ્યુલન્સની મદદથી જિલ્લા હોસ્પિટલમાં રિફર કર્યા. જ્યારે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત અકસ્માત સર્જનાર ડમ્પરને જપ્ત કરી અકસ્માત સર્જનાર વાનને રોડ પરથી હટાવી લેવામાં આવી છે. આ કેસમાં હાલ વધુ તપાસની કાર્યવાહી કરવામાં આવી રહી છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *