ભારતે આતંકી અજમલ કસાબ અને ડેવિડ કોલમેન હેડલીનું તાલીમ કેન્દ્રને કર્યું ધ્વસ્ત 

સોશિયલ મીડિયા પર શેર કરો

પંજાબ,

પહલગામ હુમલાના બદલામાં ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા પાકિસ્તાનના નવ મુખ્ય ગણાતા આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી હતી. જેમાં પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુરીદકેને પણ લશ્કરી કાર્યવાહીના દાયરામાં લાવ્યું હતું. સેનાએ મુરીદકેમાં મરકઝે તૈયબા કેમ્પનો ખાતમો કર્યો હતો. આ એ જ સ્થળ છે જ્યાં 26/11ના આતંકી અજમલ કસાબ અને ડેવિડ કોલમેન હેડલીને તાલીમ આપવામાં આવી હતી. 

મીડિયા સૂત્રો દ્વારા મળટી માહિતી મુજબ, ભારતીય સેન દ્વારા કરવામાં આવેલ હુમલા પછી પાકિસ્તાનમાંથી ઘણાં વીડિયો સામે આવ્યા. હવે પાકિસ્તાનના મુરિદકેથી એક નવો વીડિયો સામે આવ્યો છે. આ લેટેસ્ટ વીડિયો લશ્કરના મુખ્યાલય મરકઝે તૈયબાનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ઈમારતોની છત ધ્વસ્ત થઈ ગઈ છે. નોંધનીય છે કે, મરકઝ કેમ્પસમાં લશ્કરના આતંકવાદીઓ ભારતમાં આતંકી પ્રવૃત્તિઓની તાલીમ લેતા હતાં.

મહત્વનું છે કે, જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાઓ પર હવાઈ હુમલો કર્યો હતો. અહેવાલો અનુસાર, 25 મિનિટના ઓપરેશનમાં 24 મિસાઇલોનો ઉપયોગ કરીને પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નવ આતંકવાદી કેમ્પોનો નાશ કરવામાં આવ્યો હતો. ભારત દ્વારા લેવામાં આવેલા આ પગલા અંગે ભારતના લોકોમાં સંતોષ છે. આ ઉપરાંત ઘણાં બોલિવૂડ કલાકારોએ પણ ઓપરેશન સિંદૂરને ટેકો આપ્યો છે.

આ દરમિયાન પાકિસ્તાને લાઈન ઓફ કંટ્રોલ પર ભારે ફાયરિંગ શરૂ કરી દીધું હતું. પાકિસ્તાનના ફાયરિંગને પગલે  જમ્મુ કાશ્મીરના કુપવારા, બારામુલા, ઉરી, પૂંછ, મેંઢર અને રાજૌરી સેક્ટરમાં સેનાએ જડબાતોડ જવાબ આપ્યાના અહેવાલ છે. એટલું જ નહીં, આ વિસ્તારોમાં પેટ્રોલિંગ પણ વધારી દેવાયું છે અને સુરક્ષા એજન્સીઓને પણ સતર્ક કરી દેવાઈ છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *